Deepika Padukone Ranveer Singh : ફિલ્મ નિર્માતા કરણ જોહરનો પોપ્યુલર શો કોફી વિથ કરણ સીઝન 8ની દીપવીરના આગમન સાથે ગઇકાલે 26 ઓક્ટોબરેથી થઇ ગઇ છે. આ સીઝનના પહેલા ગેસ્ટ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બન્યા હતા. ત્યારથી રણવીર-દીપિકા પૂરજોશમાં ચર્ચામાં છે. આ શોમાં બંનેએ પોતાની લાઇફના ઘણા સિક્રેટ શેર કર્યા હતા. આ દરમિયાન દીપિકા પાદુકોણ તેની એક્સ રિલેશનશીપ અંગે વાત કરતા પતિ રણવીર સિંહ ગુસ્સે થઇ ગયા હતા. જેનો એક વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દીપિકા પાદુકોણ તેની એક્સ રિલેશનશીપ અંગે વાત કરતા સંભળાય છે. દીપિકા પાદુકોણે કહ્યું કે, બ્રેકઅપ પછી મારી ખુબ જ ખરાબ હાલત થઇ હતી. આ સાથે અભિનેત્રીએ કહ્યું કે, તેણે તેના જીવનમાં ખરાબ પાસાઓ પણ જોયા છે, પછી રણવીર સિંહની એન્ટ્રી થઇ અને તેણે તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.
વધુમાં દીપિકા પાદુકોણે જણાવ્યું કે, તે બ્રેક અપ પછી અમુક સમય માટે સિંગલ રહેવા માગતી હતી અને ઘણા સંઘર્ષ પછી તે તેમાંથી બહાર નીકળી શકી હતી. દીપિકા પાદુકોણ એક સમયે કોઇ કમિટમેંટ ઇચ્છતી નહોતી. માત્ર તેનુ મન ફન કરવાનું જ હતું. તે જ સમયે દીપિકા પાદુકોણની લાઇફમાં રણવીર સિંહની એન્ટ્રી થઇ.
આ વચ્ચે દીપિકા પાદુકોણ અન્ય લોકો સાથે મુલાકાત કરતી હતી. પરંતુ તેના માઇન્ડમાં એક વાત હતી કે તે રણવરી સિંહ સાથે છે અને તે તેની પાસે પરત જશે. ત્યારે કરણ જોહર દીપિકા પાદુકોણને તે લોકો અંગે પૂછ્યું જેમને તે મળતી હતી.તો એક્ટ્રેસે કહ્યું કે હવે તેને તે યાદ નથી.
આ તકે રણવીર સિંહે ગુસ્સામાં કહ્યું કે, હમણાં જ તો તે કહ્યું કે તે બીજા લોકોને જોયા, હવે કહેશ કે યાદ નથી. આ પછી રણવીર સિંહે કહ્યું કે, મને બરાબર યાદ છે.