દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગુરુવારે પ્રેગ્નેન્સીની જાહેરાત કર્યા બાદ પહેલીવાર જાહેરમાં સ્પોટ થયા છે. જામનગર જવા માટે તેઓ મુંબઇ એરપોર્ટ આવ્યા હતા. જ્યાં બંને ખુશ દેખાતા હતા. બંનેના ચહેરા પર માતા પિતા બનવાની ખુશી સ્પષ્ટ છલકતી હતી.
મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયેલ બોલીવુડ કપલ દીપિકા અને રણવીર સિંહે એકબીજાને સફેદ કપડાંમાં મેચિંગ કર્યું હતું. દીપિકા સફેદ ડ્રેસ અને રણવીર સિંહે સફેદ હુડી અને પેન્ટ પહેર્યું હતું. અહીં હાજર ફોટોગ્રાફર્સ તરફથી શુભેચ્છા બુકે સ્વીકારી એમનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
બોલીવુડ પાવર કપલ દીપિકા અને રણવીર મુંબઇ એરપોર્ટથી જામનગર માટે રવાના થયા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં સહભાગી થવા તેઓ ગુરુવારે રાતે જામનગર આવી પહોંચ્યા હતા. અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની શુક્રવારથી ત્રણ દિવસ સુધી ચાલવાની છે.
અનંત રાધિકા પ્રી વેડિંગમાં હસ્તીઓનો મેળાવડો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રી વેડિંગ સેરેમનીને લીધે વિશ્વભરની મોટી હસ્તીઓ જામનગરની મહેમાન બની છે. બોલીવુડ અભિનેતા સલમાન ખાન, શાહરુખ ખાન સહિત બોલીવુડ સ્ટાર્સ, ઝુકરબર્ગ સહિત મોટી હસ્તીઓ, રાજનેતાઓનો અહીં મેળાવડો જામ્યો છે.
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ખુશી વ્યક્ત કરી હતી. બાળકના જન્મની ડ્યૂ ડેટ પણ જાહેર કરી હતી. સોશિયલ પોસ્ટમાં નાના બેબીના રમકડા, ટોપી, નાના બૂટ સહિતના સુંદર ગ્રાફિક્સ સાથે સપ્ટેમ્બર 2024 લખ્યું હતું. આ પોસ્ટ દ્વારા તેઓ એવો ઇશારો કર્યો હતો કે તેઓ સપ્ટેમ્બરમાં માતા પિતા બનશે.
દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને બાળકો વધુ ગમે છે અને તે ફેમિલીને સારી રીતે એન્જોય કરવા માંગે છે. દીપિકા અને રણબીર માતા પિતા બનવા જઇ રહ્યા છે જેને પગલે ફેન્સમાં પણ ખુશીની લહેર પ્રસરી છે અને કપલને શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.