Crime Thriller Web Series List : જો તમે પણ ક્રાઈમ થ્રીલર જોવાના શોખીન છો, તો તમારે આ વેબ સીરિઝ જોવી જ જોઈએ. અમે તમારા માટે એવી કેટલીક ક્રાઇમ થ્રિલર અને હોરર વેબ સીરિઝની યાદી તૈયાર કરી છે જે તમારું ભરપૂર મનોરંજન કરશે.
ક્રાઈમ સ્ટોરી – ઈન્ડિયા ડિટેક્ટિવ્સ (Crime Story)
શ્રેષ્ઠ ક્રાઈમ થ્રિલરની યાદીમાં પ્રથમ સ્થાન ક્રાઈમ સ્ટોરી – ઈન્ડિયા ડિટેક્ટીવ્સ છે. જે બેંગલુરુ પોલીસની બહાદુરીની ગાથા દર્શાવે છે. આ શ્રેણીમાં, બેંગલુરુ પોલીસ એવા ગુનેગારોને પકડતી જોવા મળે છે જેમણે ચાર જુદાં-જુદાં ગુના કર્યા છે. લોકો આ સીરિઝને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
દિલ્હી ક્રાઈમ (Delhi Crime)
બીજા સ્થાને દિલ્હી ક્રાઈમ નામની વેબ સીરિઝ છે, જે નિર્ભયા કાંડ પર આધારિત છે. દિલ્હી ક્રાઈમની અત્યાર સુધીમાં બે સીઝન આવી ચૂકી છે. તમારે આ સીરિઝ જોવી જ જોઈએ. તમે Netflix પર આ શ્રેણી જોઈ શકો છો.
ધ ઇન્ડિયન પ્રેડિટર (The Indian Predator)
આ યાદીમાં ત્રીજા સ્થાને ધ ઈન્ડિયન પ્રિડેટર નામની વેબ સીરિઝ છે. આ એક સિરિયલ કિલરની કહાની પર આધારિત છે. જે દિલ્હી પોલીસને પડકાર ફેંકે છે. જો તમને ક્રાઈમ થ્રિલર જોવાનું ગમતું હોય તો આ વેબ સિરીઝ અવશ્ય જુઓ. તમે Netflix પર આ શ્રેણીનો આનંદ માણી શક્શો.
હાઉસ ઓફ સિક્રેટ (House Of Secret)
ચોથા સ્થાન પર વેબ સીરિઝ હાઉસ ઓફ સિક્રેટ છે. જેમાં દિલ્હીના એક પરિવારની વાર્તા દર્શાવવામાં આવી છે. આ વાર્તા દિલ્હીના બુરારીના સંત નગર વિસ્તારમાં રહેતા ભાટિયા પરિવાર વિશે જણાવે છે. જેમાં એક જ પરિવારના 11 લોકોએ એક સાથે આત્મહત્યા કરી લીધી હતી. કેમ આ આખા પરિવારે આત્મહત્યા કરી તેનું કારણ વેબ સીરિઝ જોઇને જાણો.