Bollywood news: બોલીવૂડની સુંદર અભિનેત્રી પૈકી એક પરિણીતી ચોપરા (parineeti chopara upcoming movies) અને ફેમસ પંજાબી સિંગર હાર્ડી સંધૂ (singer hardy sandhu)ની ફિલ્મ કોડ નેમ: તિરંગા 14 ઓક્ટોબરના રિલીઝ (Code Name tiranga release date) થવા માટે તૈયાર છે. આ સાથે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. ત્યારે જાણો ફિલ્મની કેટલીક વિશેષતાઓ અને રસપ્રદ વાતો.
ફિલ્મને લઇ ફિલ્મ નિર્મતાએ કહ્યું
ફિલ્મ કોડ નેમ: તિરંગાની રિલીઝ અંગે ફિલ્મ નિર્માતા રિભુ દાસગુપ્તા ખુબ જ ઉત્સાહિત છે. અને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતા સમયે તેમણે કહ્યું કે, હું મારી ફિલ્મ કોડ નેમ: તિરંગાની જાહેરાતને લઇને અત્યંત ખુશ છું.
વધુમાં રિભુ દાસગુપ્તાએ જણાવ્યું કે, આ ફિલ્મ 14 ઓક્ટોબરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે મને આશા છે કે, દર્શકોને એક્શન અને મનોરંજનથી ભરપૂર આ ફિલ્મ ખુબ જ પસંદ આવશે.ઉલ્લેખનીય છે કે, ફિલ્મ કોડ નેમ: તિરંગા દેશ પ્રત્યે કર્તવ્ય નિભાવનાર સૈનિકના ત્યાગ અને બલિદાન પર આધારિત છે.
જાણો ફિલ્મની ખાસિયત
ફિલ્મ કોડ નેમ: તિરંગા એક જાસૂસની કહાણી છે. તેમજ પોતાના રાષ્ટ્ર માટે એક અડગ અને નિર્ભય મિશન પર આધારિત ફિલ્મ છે. ત્યારે ફિલ્મના એક્ટર્સ વિશે વાત કરીએ તો ફિલ્મમાં અભિનેત્રી પરિણીતી ચોપડા એક રો એજેન્ટનું પાત્ર અદા કરતી જોવા મળશે. જ્યારે ફેમસ પંજાબી ગાયક હાર્ડી સંધૂ એક અલગ અંદાજમાં જોવા મળશે.
હાર્ડી સંધૂ તેના અભિનય અને કૌશલ્યથી વધુમાં વધુ લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કરતો જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં શરદ કેલકર, રજિત કપૂર દિબ્યેંદુ ભટ્ટાચાર્ય તેમજ શિશિર શર્મા તથા સબ્યસાચી ચક્રવતી સહિત દીશ મારીવાલા જેવા અનુભવી કલાકારો જોવા મળશે.આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ તથા ફિલ્મ હૈંગર તેમજ વિવેક બી, અગ્રવાલ દ્નારા કરવામાં આવ્યું છે.