scorecardresearch
Premium

કાન્સ 2025। જાન્હવી કપૂરનો રાજકુમારી જેવો પિંક ગાઉન લુક, જુઓ ફોટા અને વિડીયો

કાન્સ 2025। કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ રહેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટર ત્યાં પહોંચ્યા છે. નીરજ ઘેવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ કાન્સમાં દર્શાવવામાં આવવાની હતી.

Cannes Film Festival 2025 janhvi kapoor look
કાન્સ 2025। જાન્હવી કપૂરનો રાજકુમારી જેવો પિંક ગાઉન લુક, જુઓ ફોટા અને વિડીયો

Cannes Film Festival 2025 | 78 મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 (Cannes Film Festival 2025) ચાલી રહ્યો છે. દુનિયાભરના પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવી રહ્યા છે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી જાન્હવી કપૂરે પણ રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા હતા. તેમના ઉપરાંત અભિનેતા ઇશાન ખટ્ટર પણ કાન્સના રેડ કાર્પેટ પર ચમકી રહ્યો હતો.

જાન્હવી કપૂરનું રેડ કાર્પેટ વોક (Janhvi Kapoor’s Red Carpet Walk)

આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ રહેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટર ત્યાં પહોંચ્યા છે. નીરજ ઘેવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ કાન્સમાં દર્શાવવામાં આવશે. ફિલ્મના સ્ક્રીનિંગ પહેલા તેના મુખ્ય કલાકારો જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટરે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. જાન્હવી ફેસ્ટિવલમાં પહોંચતાની સાથે જ ચાહકોની ભીડ તેને ઘેરી લીધી અને અભિનેત્રી પાસેથી ઓટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા.

જાન્હવી કપૂર પિંક ગાઉન લુક (Janhvi Kapoor Pink Gown Look)

જાન્હવી કપૂર ઉપરાંત અભિનેતા વિશાલ જેઠવા, દિગ્દર્શક નીરજ ઘેવન અને નિર્માતા કરણ જોહર પણ કાન્સમાં પહોંચ્યા છે. જાન્હવી કપૂર, વિશાલ, ઈશાન અને કરણ જોહર પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે. તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરાયેલ ગુલાબી ગાઉનમાં જાન્હવી કપૂર રેડ કાર્પેટ પર ચમકી ગઈ હતી. તે બિલકુલ રાજકુમારી જેવી દેખાતી હતી. તેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

Web Title: Cannes film festival 2025 janhvi kapoor look ishaan khatter sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×