બોલિવૂડનો ચમકતો ચહેરો દીપિકા પાદુકોણે તેની એક્ટિંગથી નહીં પરંતુ તેની સુંદરતાને કારણે પણ એક આગવી ઓળખ બનાવી છે. ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણે આ સ્થાન હાંસિલ કરવા માટે ખુબ મહેનત કરી છે. ત્યારે આજે લાખો કરોડો લોકોના દિલો પર રાજ કરે છે.
હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇ ખુલાસો
દીપિકા પાદુકોણે અત્યારસુધીની કરિયર લાઇફમાં ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે. અભિનેત્રી તેના દરેક પાત્રને ખુબ સારી રીતે અદા કરે છે. જેના પરથી એવું લાગે કે આ પાત્ર બસ દીપકા પાદુકોણ માટે જ બન્યું છે. દીપિકા પાદુકોણ તેના અંગત જીવનને લઇને પણ ઘણી ચર્ચામાં રહે છે. ત્યારે દીપિકા પાદુકોણે હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇ એક ચોંકવનારો ખુલાસો કર્યો છે.
દીપિકાએ ઉઠાવ્યો અવાજ
અભિનેત્રીએ ભારતીયો માટે હોલિવૂડમાં થઇ રહેલી રેશિયલ સ્ટીરિયોટાઇપ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. રેશિયલ સ્ટીરિયોટાઇપ્સને લઇ દીપિકા પાદુકોણે તેને થયેલો અનુભવ શેર કર્યો છે. અભિનેત્રીએ વર્શ 2017માં વિન ડીઝલ વિરૂદ્ધ હોલિવૂડ ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મ બાદ દીપિકા પાદુકોણ ખુબ ચર્ચામાં રહી હતી. હોલિવૂડમાં પણ અભિનેત્રીએ દમદાર એક્ટિંગનો નમૂનો દેખાડ્યો અને ગ્લોબલ એક્ટ્રેસની યાદીમાં શામિલ થઇ ગઇ.
અભિનેત્રી દીપિકા પાદુકોણનો ખુલાસો
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણ રેશિયલ સ્ટીર્યોટાઇપનો ખુલાસો કરતા કહ્યું હતું કે, ગમે ત્યારે તેઓ યુએસ જાય છે ત્યારે કોઇ ન કોઇ એવી વાત વાત સાંભળવા મળે છે જેના લીધે તે દુ:ખી થાય છે. આ સાથે દિપીકા પાદુકોણે હોલિવૂડ ફિલ્મ ન કરવાનું પાછળનું કારણ જણાવ્યું હતું કે, xxx: return of Xander cage કર્યા બાદ મેં કયારેય તેની સામે જોયું નથી. મારા એક જાણીતા એક્ટર છે. તેમની સાથે મારી વૈનિટી ફેયર પાર્ટીમાં મુલાકાત થઇ હતી. તે સમયે તેમણે મને કહ્યું હતું કે, તમે ખુબ સારુ ઇંગ્લીશ બોલો છો. આ સાંભળી મને થોડીવાર માટે આશ્ચર્ય થયું હતું અને તેમની આ વાત હું સમજી શકી ન હતી. ત્યારબાદ મેં એમને પૂછ્યુ હતુ કે, હું ઇંગ્લિશ સારું બોલું છું તમે શું કહેવા માંગો છો? ઇન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું હતું કે, શું તેઓ વિચારતા હતાં કે આપણે ઇંગ્લિશ બોલતા નથી? ત્યારબાદ દીપિકાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.