scorecardresearch
Premium

Pahalgam Attack। પહેલગામ હુમલા પર બોલીવુડ સેલિબ્રિટીઝએ પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું, સંજય દત્તે પીએમને કરી મોટી અપીલ

Pahalgam Attack। પહેલગામ હુમલા પર બોલીવુડ સેલિબ્રિટીઝએ દુઃખ વ્યક્ત કર્યું છે, સોનુ સૂદ, રવિના ટંડન, અક્ષય કુમાર સહિત સેલિબ્રિટીઝ પોસ્ટ શેર કરી છે, અહીં જુઓ.

bollywood celebrities expressed their grief on Pahalgam attack
Pahalgam Attack । પહેલગામ હુમલા પર બોલીવુડ સેલિબ્રિટીઝએ પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું, સંજય દત્તે પીએમને કરી મોટી અપીલ

Pahalgam Attack। મંગળવાર, 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ (Pahalgam) માં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો. આ ભયાનક હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 12 અન્ય ઘાયલ થયા હતા.બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) સહિત ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા આ દુ:ખદ ઘટના પર પોતાનો ઊંડો શોક અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સંજય દત્ત દ્વારા કડક કાર્યવાહીની માંગ

સંજય દત્તે લખ્યું, ‘તેઓએ આપણા લોકોને નિર્દયતાથી માર્યા. આ માફ કરી શકાય નહીં. આ આતંકવાદીઓએ જાણવું જોઈએ કે આપણે ચૂપ નહીં બેસીએ. આપણે બદલો લેવો પડશે, હું આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહ પ્રધાન અમિત શાહજી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહજીને વિનંતી કરું છું કે તેઓ તેમને યોગ્ય સજા આપે.’

હિના ખાને પણ દુઃખ વ્યક્ત કર્યું

હિના ખાન તાજેતરમાં તેની માતા સાથે કાશ્મીરની સફર માણી ચુકી હતી તેણે પણ આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. હિનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તૂટેલા હૃદયના ઇમોજી સાથે લખ્યું, “પહલગામ કેમ, કેમ?”

અક્ષય કુમારે દુઃખ વ્યક્ત કર્યું

અક્ષય કુમારે પોતાના એકાઉન્ટ પર થયેલા આ હુમલાની સખત નિંદા કરી. તેમણે લખ્યું, “પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. આ રીતે નિર્દોષ લોકોની હત્યા કરવી એ ઘોર બર્બરતા છે. હું તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.” તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

Web Title: Bollywood celebrities expressed their grief on pahalgam attack akshay kumar hina khan sonu sood sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×