scorecardresearch
Premium

સુષ્મિતા સેનની તાલી વેબ સિરીઝનો ફસ્ટ લૂક રિલીઝ, કહ્યું આ વખતે તાલી બજાવીશ નહીં બજાવડાવીશ

સુષ્મિતા સેન તેની નવી વેબ સીરિઝમાં ટ્રાંસજેંડરના રૂપમાં જોવા મળે છે. અભિનેત્રીએ તેની નવી વેબ સીરિઝનો ફસ્ટ લુક શેર કર્યો છે. આ સીરિઝમાં એક્ટર ટ્રાંસજેંડર ગૌરી સાવંતની ભૂમિકા અદા કરશે.

Sushmita sen Photot
Sushmita sen Photot

સુષ્મિતા સેને બોલિવૂડમાં ફરી કમબેક કર્યું છે. મહત્વનું છે કે, સુષ્મિતા સેન લાંબા સમયથી બોલિવૂડથી દૂર રહી હતી. પરંતુ ઓટીટી પ્લેટફોર્મના આગમન બાદ સુષ્મિતા સેનના કરિયરને એક નવી ઉડાન મળી છે. સુષ્મિતા સેને આર્યા સિરીઝથી કમબેક કર્યું છે. આર્યા સિરીઝ સુપરહિટ ગઇ હતી. આ ઉપરાંત આ સિરીઝની બીજી સીઝન પણ સુપરડુપર હિટ ગઇ છે. ત્યારે આર્યાની સફળતા બાદ સુષ્મિતા સેન ફરી એક નવી સિરીઝ સાથે ધમાલ મચાવા આવી રહી છે.

સુષ્મિતા સેન તેની નવી વેબ સિરીઝમાં ટ્રાંસજેંડરના રૂપમાં જોવા મળે છે. અભિનેત્રીએ તેની નવી વેબ સીરિઝનો ફસ્ટ લુક શેર કર્યો છે. આ સિરીઝમાં એક્ટર ટ્રાંસજેંડર ગૌરી સાવંતની ભૂમિકા અદા કરશે. સુષ્મિતા સેને પોસ્ટર શેયર કરી લખ્યું છે કે, મને જીવનમાં એક સુંદર વ્યક્તિના પાત્રને નિભાવવાની તક મળી છે. મારા માટે આ સિવાય સૌભાગ્યની વાત બીજી કોઇ ન હોઇ શકે.

ગૌરી સાવંતનો જન્મ પૂનાની એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. ગૌરી સામાજિક કાર્યોમાં ઘણી એક્ટિવ હોય છે. તે મહિલાઓ અને અનાથ બાળકો માટે કામ કરે છે. આ સાથે બેસહારા લોકો માટે એક NGO ચલાવે છે.

આ વેબ સિરીઝનો ફસ્ટ લુક જોઇને લાગી રહ્યું છે કે, સિરીઝ દમદાર છે અને સુપરહિટ જશે. તમે પણ આ સુષ્મિતા સેનનો ન્યૂ લુક જોઇને સિરીઝ જોવા માટે આતુર થઇ જશો.

સુષ્મિતા સેનના અંગત જીવનની વાત કરીએ તો તેને મિસ ઇન્ડિયા સ્પર્ધામાં એશ્વર્યા રાયને ટક્કર આપી ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. તેમજ 2022માં લલિત મોદી સાથે તેમના અફેયરના કારણે પણ તે ચર્ચામાં આવી હતી. લલિત મોદીએ પોતે એ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેઓ અભિનેત્રી સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યાં છે અને જલ્દી જ તેમની સાથે લગ્ન પણ કરશે.

Web Title: Bollywood actress sushmita sen web series taali first look release instagram

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×