બિગ બોસ OTT 2ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેવામાં આજે દર્શકોનો ઇંતજાર ખત્તમ થઇ જશે. આજે શનિવાર 17 મેથી બિગ બોસ OTT 2ની Jio Cinema એપ પર શરૂઆત થઇ રહી છે. ત્યારે આજેથી દર્શકો બિગ બોસ OTT 2ની મજા માણી શકશે. આ સીઝનની ખાસિયત એ છે કે તેને હોસ્ટ સલમાન ખાન કરવાનો છે. મહત્વનું છે કે, ટીવી પર ઘણા વર્ષોથી આ શો હોસ્ટ કરી ચૂકેલા સલમાન પહેલીવાર OTT પર તેને હોસ્ટ કરશે. જેને લઇને શુક્રવારે શોની ઇવેન્ટમાં સલમાન ખાને જણાવ્યું હતું કે, બિગ બોસ OTT 2ને હોસ્ટ કરવા માટે ખુબ જ ઉત્સુક છે. સાથે જ સલામન ખાને કહ્યું હતુ કે, તે એ વાતની ખાસ તકેદારી રાખશે કે આ સીઝનમાં ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ કંઇ ન થાય.
‘બિગ બોસ OTT 2’ થી પોતાની અપેક્ષાઓ વિશે વાત કરતા સલમાન ખાને કહ્યું, ‘હું હંમેશા બિગ બોસની રાહ જોઉં છું. બિગ બોસ OTT પર પહેલી વાર. હું આશા રાખું છું કે આ ખૂબ અનસેન્સર્ડ અને અનફિલ્ટર કરેલ નથી, અને જો તે છે, તો હું તેને જાતે નિયંત્રિત કરીશ. શો આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ચાલવો જોઈએ અને તેથી જ હું બિગ બોસ OTTનો ભાગ છું.
સલમાન ખાને બિગ બોસ ઓટીટી 2 સાથે જોડાયેલી તેની અપેક્ષાઓ અંગે કહ્યું કે, હું હંમેશા બિગ બોસ માટે તત્પર રહું છું. બિગ બોસ ઓટીટી 2 પર પહેલીવાર. મને આશા છે કે હું આશા રાખું છું કે આ ખૂબ અનસેન્સર્ડ અને અનફિલ્ટર ન હોય અને જો તે હશે તો હું તેને નિયંત્રિત કરીશ. આ શો આપણી સંસ્કૃતિને ધ્યાને રાખીને ચાલવો જોઇએ. તેથી હું બિગ બોસ ઓટીટીનો હિસ્સો છું.
‘બિગ બોસ ઓટીટી 2’માં કરણ જોહરની જગ્યા લેવા પર સલમાન ખાને કહ્યું, ‘હકીકતમાં કરણ અને ફરાહ ઉપલબ્ધ નહતા તેથી મારે બિગ બોસ ઓટીટી કરવું પડશે.’ સલમાને એ પણ ખુલાસો કર્યો કે બીજી સિઝનમાં દર્શકો મહત્વની ભૂમિકા ભજવશે.
જ્યારે સલમાન ખાનને OTT પ્લેટફોર્મ પર કામ કરતી વખતે અનુભવાયેલા તફાવત વિશે પૂછવામાં આવતા સલમાન ખાને કહ્યું, ‘મને કોઈ ફરક જોવા મળ્યો નથી. તમે જે પ્રકારની OTT સામગ્રી વિશે વાત કરી રહ્યા છો, કોઈપણ રીતે હું તે પ્રકારની સામગ્રી કરતો નથી અને મને તે ગમતું નથી. મને લાગે છે કે હવે OTT માટે માર્ગદર્શિકા છે, જેના પછી OTTમાં સુધારો થયો છે.
આ પણ વાંચો: પીએમ મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા સાથે લખ્યું ગીત, જાણો એ ગીતું નામ અને વિશેષતા
આ ઉપરાંત સલમાન ખાને જણાવ્યું કે, મારો એક મિત્ર છે જેને મને ન જણાવ્યું કે તે પણ ઓ શોમાં ભાગ લઇ રહ્યો છે. મંચ પર જોઇને હું આશ્વર્યચકિત થઇ ગયો. સલમાને તે મિત્રનું નામ નિકેતન મધોક જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના શોમાં સામેલ થવા માટે સની લિયોનથી લઈને મિયા ખલીફા સુધીના નામો સામે આવ્યા છે.
આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.