બોલીવુડ સ્ટાર સલમાન ખાન (Salman Khan) દ્વારા હોસ્ટ કરાયેલ બિગ બોસ (Bigg Boss) ભારતના સૌથી પ્રિય રિયાલિટી શોમાંનો એક છે. આ શો તેની 19 મી સીઝન સાથે પાછો ફર્યો છે અને તેમાં ભાગ લેવા માટે કયા સેલિબ્રિટીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે તે અંગે પહેલાથી જ અટકળો ચાલી રહી છે.
સલમાન ખાન (Salman Khan) ના બિગ બોસ (Bigg Boss) માટે રિપોર્ટ પણ હતા કે બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત (Mallika Sherawat) પણ બિગ બોસ 19 માં જોવા મળશે. હવે અભિનેત્રીએ શોમાં ભાગ લેવા અંગે પોતાનું મૌન તોડ્યું છે અને સત્ય જાહેર કર્યું છે.
બિગ બોસ 19 મલ્લિકા શેરાવત (Bigg Boss 19 Mallika Sherawat)
બિગ બોસ 19 માં જવાની અફવાઓ વચ્ચે, મલ્લિકા શેરાવતે હવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં મલ્લિકાએ બિગ બોસમાં તેના વિશે ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.
અભિનેત્રીએ બિગ બોસ સંબંધિત અફવાઓને ફગાવી દીધી અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “બધી અફવાઓનો અંત લાવતા, હું બિગ બોસ નથી કરી રહી અને ક્યારેય નહીં કરીશ. આભાર.” મલ્લિકા અગાઉ બિગ બોસ 18 દરમિયાન તેની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વિડીયોના પ્રમોશન માટે મહેમાન તરીકે શોમાં આવી હતી.
બિગ બોસ 19 (Bigg Boss 19)
બિગ બોસના નિર્માતાઓએ એક પ્રોમો વીડિયો સાથે શોની 19મી સીઝનની જાહેરાત કરી હતી. વીડિયોમાં નવા લોગોની ઝલક પણ બતાવવામાં આવી છે. જેમાં એક રંગીન આંખ દેખાય છે, જે શોના વિવિધ કલર દર્શાવે છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર શેર કરીને માહિતી આપી હતી કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, બિગ બોસની 19 મી સીઝન આ વખતે ઘણા મોટા ફેરફારો સાથે પરત ફરી રહી છે. આ વખતે ફોર્મેટ સંપૂર્ણપણે નવું જ નહીં, પરંતુ શોના લોકપ્રિય સંવાદો અને સ્પર્ધકોની ભૂમિકાઓમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. દરેક સીઝનમાં ‘બિગ બોસ ચાહતે હૈં’ સાંભળવામાં આવતું હતું, પરંતુ આ વખતે દર્શકો સાંભળશે, ‘બિગ બોસ જાનત ચાહતે હૈં’.
બિગ બોસ 19 હોસ્ટ (Bigg Boss 19 Host)
આ વખતે આ શો એકલા સલમાન ખાન જ હોસ્ટ નહીં કરે, પરંતુ બે અન્ય પ્રખ્યાત ચહેરાઓ પણ હોસ્ટ કરશે. અહેવાલો અનુસાર, કરણ જોહર, ફરાહ ખાન અને અનિલ કપૂરને શોમાં સહ-હોસ્ટ તરીકે ઉમેરવામાં આવ્યા છે. ત્રણેય હોસ્ટ મળીને પાંચ મહિના સુધી ચાલનારી આ સીઝનને વધુ મનોરંજક બનાવી શકે છે.