scorecardresearch
Premium

Bigg Boss 18 : સલમાન ખાનનું બિગ બોસ 18 આ તારીખે પ્રીમિયર થશે, લિસ્ટમાં કોનું નામ સામેલ?

Bigg Boss 18 : મીડિયા રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સુપરસ્ટાર સલમાન ખાન આ રિયાલિટી શોની લેટેસ્ટ સીઝન હોસ્ટ કરવા પરત ફરશે. કમનસીબે, સલમાન (Salman Khan) બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ કરી શક્યો નહીં.

Big Boss 18 News
Big Boss 18 : બિગ બોસ 18 | સલમાન ખાનનું બિગ બોસ 18 આ તારીખે પ્રીમિયર થશે, લિસ્ટમાં કોનું નામ સામેલ?

Bigg Boss 18 : બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT 3 ) 2 ઓગસ્ટ, 2024 ના રોજ પૂરું થયું હતું. જેમાં અભિનેત્રી સના મકબુલ વિજેતા તરીકે ઉભરી આવી છે. અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શો સમાપ્ત થયાના થોડા દિવસો બાદ મુખ્ય સિઝન વિશેના ન્યુઝ આવવાનું શરૂ થઇ ગયું છે. જ્યારે બિગ બોસ 18 માટે કામચલાઉ સ્પર્ધકોની લિસ્ટ સોશિયલ મીડિયા પર ફરવાની શરૂ થઇ ગઈ છે ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટએ પણ પુષ્ટિ કરી છે કે સુપરસ્ટાર સલમાન ખાન આ રિયાલિટી શોની લેટેસ્ટ સીઝન હોસ્ટ કરવા પરત ફરશે.

મીડિયા રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સુપરસ્ટાર સલમાન ખાન આ રિયાલિટી શોની લેટેસ્ટ સીઝન હોસ્ટ કરવા પરત ફરશે. કમનસીબે, સલમાન (Salman Khan) બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ કરી શક્યો નહીં કારણ કે તે તેની આગામી ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત હતો. હવે, બિગ બોસ 18 વિશે અપડેટમાં જાણવા મળ્યું છે કે આ શો 5 ઓક્ટોબરે પ્રીમિયર થશે.

આ પણ વાંચો: Border 2 : બોર્ડર 2 મુવીમાં સની દેઓલ સાથે હવે નહીં દેખાય આયુષ્માન ખુરાના?

મીડિયા અહેવાલ પ્રમાણે બિગ બોસ 18 ઓક્ટોબરના પહેલા શનિવારથી શરૂ થશે. અત્યાર સુધી, કોઈ સ્પર્ધકને નક્કી કરવામાં આવ્યા નથી, જો કે, ઘણાનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સોમવારે, બિગ બોસ OTT 3 ફેમ પાયલ મલિકે તેના વ્લોગમાં જણાવ્યું કે તેના પતિની બીજી પત્ની કૃતિકા મલિક સિઝન માટે નક્કી થઈ ગઈ છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. સામાન્ય રીતે, જે કોઈપણ બિગ બોસ 18 માટે નક્કી થાય છે તે NDA (નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કરે છે, જેમાં જો તેઓ શોનો ભાગ હોય અને અગાઉથી જાહેર કરે તો તે માટે દંડ ભરવો પડે છે. તેથી, બિગ બોસ 18 માં જોડાવાની કૃતિકા વિશે પાયલના દાવાઓ કદાચ સાચા ન પણ હોઈ!

આ પણ વાંચો: Salman Khan House Firing Case : સલમાન ખાનને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો, આરોપી લોરેન્સ બિશ્નોઈથી પ્રભાવિત

આ શો માટે કેટલાક કામચલાઉ સ્પર્ધકોના નામની જાણ કરવામાં આવી છે. ઘણા મીડિયા પોર્ટલે જાહેરાત કરી છે કે અભિનેતા અર્જુન બિજલાની, કરણ પટેલ, સમીરા રેડ્ડી, સુરભી જ્યોતિ, પૂજા શર્મા, શોએબ ઈબ્રાહિમ અને દલજીત કૌરશોમાં જોડાઈ શકે છે. અભિષેક મલ્હાન, શ્રી ફૈસુ, દીપિકા આર્ય, ડોલી ચાયવાલા, મેક્સટર્ન અને ઠગેશ જેવા સોશિયલ મીડિયા પ્રભાવકોના નામોમાંથી બિગ બોસ 18 માં સ્પર્ધકો તરીકે જોડાવાની જાણ કરવામાં આવી છે.

કામચલાઉ લિસ્ટમાં સ્પ્લિટ્સવિલા 15ના રૂમરડ વિજેતા કશિશ કપૂર, દિગ્વિજય સિંહ રાઠી અને સિવેત તોમર જેવા કેટલાક રિયાલિટી શો સ્ટાર્સના નામ પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ શિવાની કુમારી, વિશાલ પાંડે અને અદનાન શેખને પરત લાવી શકે છે જેઓ બિગ બોસ OTT 3 થી મુખ્ય સિઝનનો ભાગ હતા.

Web Title: Bigg boss 18 salman khan contestants jiocinema release date sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×