scorecardresearch
Premium

Bigg Boss 17 : બિગ બોસ 17નો વિજેતા કોણ હશે? ઓરીએ કર્યો ખુલાસો

Bigg Boss 17 : સલમાન ખાનનો શો બિગ બોસ 17ના વીકેન્ડ કા વાર એપિસોડમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરહાન અવત્રામણિ ઉર્ફી ઓરીની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જે બાદ તેણે બિગ બોસ 17નો વિજેતા કોણ હશે તે અંગે મોટો ખુલાસો કર્યો છે.

Bigg Boss 17 | Bigg Boss 17 Orry | orry awatramani samarth jurel winner statement | salman Khan | weekend ka vaar latest episode
Bigg Boss 17 : બિગ બોસ 17નો વિજેતા કોણ હશે? ઓરીએ કર્યો ખુલાસો

Bigg Boss 17 : બિગ બોસ 17 ખુબ જ રસપ્રદ અને જોરશોરથી ચર્ચામાં છે. તાજેતરમાં સલમાન ખાનના શોમાં ચોંકવાનારું ટ્વીસ્ટ અને ટર્ન આવ્યો હતો. વીકેંન્ડ કા વાર એપિસોડમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરહાન અવત્રામણિ ઉર્ફી ઓરીની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ઓરી બે દિવસ માટે ઘરમાં મહેમાન હતો. આ અંગે જાણ થતાં જ બિગ બોસ 17ના કેન્ટેસ્ટન્ટ અંકિતા લોખંડે, ઇશા માલવીય, સની આર્ચ સહિત અભિષેક કુમાર થોડા ઉદાસ જોવા મળ્યા હતા. હવે ઓરીએ ઘરની બહાર નીકળતાં જ બિગ બોસ 17ની સીઝનનો વિજેતા કોણ હશે તેનો ખુલાસો કર્યો છે.

ઓરહાન અવત્રામણિ એક ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સિંગર અને લિરિસિસ્ટ છે. ઓરી અવારનવાર સ્ટારકિડ્સ સાથે પાર્ટીમાં ચિલ કરતો જોવા મળ્યો છે. ઔરીએ હાલમાં બિગ બોસ 17ના ઘરની બહાર નીકળતા ખુલાસો કર્યો હતો કે, મને લાગે છે કે ચિંટૂ (સમર્થ જુરેલ) આ સીઝનનો વિજેતા બની શકે છે. ખરેખર તે બહુ મસ્ત છે, ખુબ જ એન્ટરટેઇનિંગ છે.

વધુમાં ઓરીએ કહ્યું હતું કે, આ શોને જીતવા માટે ત્રણ વસ્તુ જોઇએ, મનોરંજન,મનોરંજન,મનોરંજન. ઓરી હાલમાં તે શું કામ કરે છે, કોણ છે તેને લઇને ખુબ જ ચર્ચામાં છે. ઓરીબોલિવૂડથી લઇન મુકેશ અંબાણી સાથે ખાસ સંબંધ ધરાવે છે. ત્યારે કોઇને પણ હજુ એ ખ્યાલ નથી કે ઓરી કોણ છે?

આ પણ વાંચો : Esha Gupta : ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ તસવીરોથી ધૂમ મચાવનાર અભિનેત્રી ઇશા ગુપ્તા આ ફેમસ ટાઈટલ પોતાના નામ કરી લીધું છે

ઓરીના Linkedin પ્રોફાઇલ અનુસાર, તે મુંબઇનો એક સામાજીક કાર્યકર છે. સાથે જ તે રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેયરપર્સન ઓફિસમાં સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજરની ફરજ બજાવે છે. આ સિવાય તેની પ્રોફાઇલ લખ્યું છે કે તેણે ન્યૂયોર્કના પાર્સન્સ સ્કૂલ ઓફ ડિઝાઇનથી Fine Arts and Communiacation designની ડિગ્રી મેળવી છે. ઓરી ઇન્સ્ટાગ્રામ પર4 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

Web Title: Bigg boss 17 orry awatramani samarth jurel winner statement salman khan weekend ka vaar latest episode mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×