scorecardresearch
Premium

Bigg Boss 17 : બિગ બોસ 17ની કન્ટેસ્ટન્ટ અને પૂર્વ પત્રકાર જીજ્ઞા વોરાનો ક્રાઇમ સાથે ઉંડો નાતો, વાંચો ક્રાઇમ સ્ટોરી , તેની કહાણી પર બની છે આ વેબ સીરિઝ

Bigg Boss 17 : ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ની 17મી સીઝનની ગઇકાલે નવરાત્રીના પ્રથમ દિવસથી શરૂઆત થઇ ગઇ છે. અહીંયા બિગ બોસ 17ના એક એવા સ્પર્ધકની વાત કરવી છે, જે ક્રાઇમ સાથે સંબંધ ધરાવે છે. આ અહેવાલમાં એ કન્ટેસ્ટન્ટનું નામ અને તેની ક્રાઇમ હિસ્ટ્રી અંગે વાંચો.

Big Boss 17| Big Boss 17 Contestant| Big Boss 17 Contestant Jigna Vora| Salman Khan | Web series
Big Boss 17 : બિગ બોસ 17 કન્ટેસ્ટન્ટ જીજ્ઞા વોરા ફાઇલ તસવીર

Bigg Boss 17 Salman Khan : ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ની 17મી સીઝનની ગઇકાલે નવરાત્રીના પ્રથમ દિવસથી શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષની જેમ આ વખતે પણ અભિનેતા સલમાન ખાન જ આ સીઝનનો હોસ્ટ કરી રહ્યો છે. હવે અહીંયા બિગ બોસ 17ના એક એવા સ્પર્ધકની વાત કરવી છે, જે ક્રાઇમ સાથે સંબંધ ધરાવે છે. તે જેલમાં ઘણા વર્ષની સજા પણ ભોગવી ચૂકી છે. આ અહેવાલમાં એ કન્ટેસ્ટન્ટનું નામ અને તેના વિશે ઉંડી માહિતી વાંચો.

જીજ્ઞા વોરા જેલમાં વર્ષો સુધી સજા ભોગવી ચૂકી છે

બિગ બોસ 17ની કન્ટેસ્ટન્ટ જીજ્ઞા વોરાનો વિવાદો સાથે ઉંડા સંબંધ છે. જી હાં! આટલું જ નહીં તેણે કોઇની હત્યા કરવાને બદલે 6 વર્ષ જેલમાં સજા ભોગવી છે. જીજ્ઞા વોરા પહેલા પત્રકાર હતી. તેણે ફ્રી પ્રેસ જર્નલ, મિડ ડે, મુંબઈ મિરર અને એશિયન એજ માટે ક્રાઈમ રિપોર્ટર તરીકે કામ કર્યું છે. જિજ્ઞા પર પત્રકાર જે ડેની હત્યા કેસના કાવતરામાં સામેલ હોવાનો આરોપ હતો અને તે ટ્રાયલ દરમિયાન જેલમાં પણ ગઈ હતી.

જીજ્ઞા વોરા કોના હત્યા કેસમાં સામેલ?

હકીકતમાં 11 જૂન 2011ના રોજ જ્યોતિર્મય ડે ની પવઈના હિરાનંદાનીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓની ઓળખ અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન સાથે જોડાયેલા સાત લોકોના જૂથ તરીકે થઇ હતી. પ્રારંભિક તપાસમાં છોટા રાજન મુંબઈ પોલીસની શંકાના દાયરામાં આવ્યો હતો.

https://www.instagram.com/p/CyXmlSaSwdJ/

આ પણ વાંચો : Bigg Boss 17 House : બિગ બોસ 17ના ઘરનો ઇનસાઇડ વીડિયો: યુરોપિયન અંદાજમાં બનાવવામાં આવ્યું ઘર, ઝલક જોઇને આંખો પલકારો મારવાનું ભૂલી જશે

આ પછી વર્ષ 2016માં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે 25 નવેમ્બર 2011ના રોજ જીજ્ઞા વોરાની અટકાયત કરી હતી. તે સમયે તે એશિયન એજ અખબારના મુંબઈ બ્યુરોના ડેપ્યુટી બ્યુરો ચીફ હતી અને તેમની ઉંમર 37 વર્ષની હતી. જિજ્ઞા પર રાજનને જ્યોતિર્મય ડે વિશે મહત્વની માહિતી આપવાનો આરોપ હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, જિગ્નાએ હુમલાખોરોને યોતિર્મય ડેનું ઘર અને તેની બાઇકની લાઇસન્સ પ્લેટ નંબર જેવી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

https://www.instagram.com/p/CybUGp7SVqj/

જીજ્ઞા વોરા પર વેબ સીરીઝ

જો કે જીજ્ઞા વોરાને આ કેસમાં જામીન મળી ગયા હતા અને 27 જુલાઈ 2012ના રોજ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ‘પીટીઆઈ’ અનુસાર, જિજ્ઞાને જામીન એટલા માટે આપવામાં આવ્યા હતા કારણ કે, તે સિંગલ મધર હતી અને તેણે તેના નાના બાળકની સંભાળ લેવાની હતી. જિગ્ના વોરાની કહાણી પર એક વેબ સીરિઝ ‘સ્કૂપ’ નામથી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : Hema Malini Birthday : હેમા માલિની અંગે આ મોટા સ્ટારે કરી હતી ભવિષ્યવાણી, આ ફિલ્મે અભિનેત્રીને રાતોરાત સ્ટાર બનાવી\

સ્કૂપ’ વેબ સીરિઝ ક્યાં જોઇ શક્શો

આ સીરીઝ નેટફ્લિક્સ પર તમે જોઇ શકો છો. જેનું નિર્માણ અને નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.તેમાં કરિશ્મા તન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. તે ભાયખલા: માય ડેઝ ઇન પ્રિઝન, પત્રકાર અને ક્રાઈમ રિપોર્ટર જિગ્ના વોરા દ્વારા લખાયેલા જીવનચરિત્ર, જે અન્ય રિપોર્ટરની હત્યાના આરોપ પછીના તેમના અનુભવો વર્ણવે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જીગ્ના વોરા બિગ બોસના ઘરમાં આવીને પોતાની કલંકિત ઈમેજને સુધારી શકશે કે નહીં?

Web Title: Bigg boss 17 contestant jigna vora crime history bio salman khan web series mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×