scorecardresearch
Premium

Asksrk Twiiter : પીએમ મોદીનું અમેરિકામાં ‘ચલ છૈયા છૈયા’ ગીત સાથે સ્વાગત , શાહરૂખ ખાને કહ્યું, કાશ હું ત્યાં હાજર હોત અને…

Asksrk Twiiter : તાજેતરમાં શાહરૂખ ખાને ટ્વિટર પર #ASKSRK સેશન રાખ્યું હતું. જેમાં શાહરૂખે તેના પ્રશંસકો માટે વ્યસ્ત શેડ્યુલમાંથી 30 મિનિટનો સમય કાઢ્યો હતો. આ દરમિયાન ફેન્સે શાહરૂખને વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછ્યા હતા. જે પૈકી એક યૂઝરે પૂછ્યું, ‘સર, મોદીજીનું અમેરિકામાં તમારા ગીત ‘છૈયા છૈયા’ સાથે સ્વાગત કરવામાં આવ્યું…. તમે આ વિશે શું કહેવા માગો…

Shah Rukh Khan Photo News
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ફાઇલ તસવીર

Shah Rukh Khan : બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનનો બહોળો ચાહક વર્ગ છે. ત્યારે શાહરૂખ ખાન પણ તેના ચાહકો સાથે #ASKSRKદ્વારા જોડાયેલો રહે છે. આ સેશનમાં શાહરૂખ ખાન તેમના ચાહકો સાથે વાતો કરતો હોય છે. તેવામાં તાજેતરમાં શાહરૂખ ખાને ટ્વિટર પર #ASKSRK સેશન રાખ્યું હતું. જેમાં શાહરૂખે તેના પ્રશંસકો માટે વ્યસ્ત શેડ્યુલમાંથી 30 મિનિટનો સમય કાઢ્યો હતો. આ દરમિયાન ફેન્સે શાહરૂખને વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછ્યા હતા. જે પૈકી એક યૂઝરે પૂછ્યું, ‘સર, મોદીજીનું અમેરિકામાં તમારા ગીત ‘છૈયા છૈયા’ સાથે સ્વાગત કરવામાં આવ્યું…. તમે આ વિશે શું કહેવા માગો છો?’ શાહરૂખ ખાને આ સવાલનો રસપ્રદ જવાબ આપ્યો હતો.

શાહરૂખ ખાને જવાબમાં લખ્યું, ‘કાશ હું આ ગીત પર ડાન્સ કરવા માટે ત્યાં હોત. પરંતુ મને લાગે છે કે તેઓ ટ્રેનને અંદર આવવા નહીં દે?’ આ પછી અન્ય એક યુઝરે શાહરૂખ ખાનને પૂછ્યું કે, ‘57 વર્ષની ઉંમરે આટલા બધા એક્શન સ્ટંટ કરવાનું રહસ્ય? આ સવાલના જવાબમાં શાહરૂખે જવાબ આપ્યો કે ‘ઘણી પેઇન કિલર લેવી પડે છે ભાઈ.

એક યુઝરે તેને પૂછ્યું કે તેની ચમકતી ત્વચા અને હેયર ગ્રોથનું શું રહસ્ય છે? શાહરૂખે જવાબ આપ્યો, ‘પ્યાર કે નૂર મેં નહાના પડેગા.’ તે જ સમયે એક ચાહકે કિંગ ખાનને પૂછ્યું કે, સર શાહરૂખ ખાન સાથે સિગારેટ પીવા જશે? તેના પર અભિનેતાએ જવાબ આપ્યો કે ‘હું મારી ખરાબ આદતો એકલો કરું છું.’ તો અન્ય એક યુઝરે લખ્યું, “સર જવાન કે દિન પટ્ટી બાંધીને થિયેટરમાં જવું છે. શાહરૂખે પણ આ જ રીતે જવાબ આપ્યો અને કહ્યું, ‘ના બેટા જવાન કે દિન જવાની કે જોશ મેં સિનેમાઘર જવાનું છે.

આ પણ વાંચો: ‘પ્રોજેક્ટ K’ને લઇને મોટા સમાચાર, વર્ષો પછી અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જોડી મોટા પડદા પર જામશે

શાહરૂખ ખાન વિશે એક મહત્વપૂર્ણ વાત જણાવીએ કે ગઇકાલે 25 જૂનના રોજ બાદશાહે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની સફરના 31 વર્ષ પૂર્ણ કર્યા. શાહરૂખ ખાને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘દિવાના’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ શાહરૂખ ખાનની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો પઠાણ બાદ શાહરૂખ ખાન હવે ફિલ્મ ડંકી અને જવાનમાં દેખાશે. મહત્વનું છે કે, પાંચ વર્ષ પછી આ વર્ષથી શાહરૂખ ખાન પઠાણ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી છે. શાહરૂખ ખાનની આ વર્ષે પહેલી ફિલ્મ પઠાણ રિલીઝ થઇ હતી.જેને દેશ સહિત વિશ્વભરમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને ફરી એકવાર કિંગ ખાનનો જાદુ સર ચડીને બોલ્યો.

Web Title: Asksrk twiiter shah rukh khan prime minister narendra modi welcome in america chaiyya chaiyya song

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×