scorecardresearch
Premium

Arjun kapoor Net Worth : ફિલ્મો વગર પણ અર્જુન કપૂર કમાય છે કરોડો, અધધધ.. છે કુલ સંપત્તિ, ગર્લફ્રેન્ડ મલાઇકાએ બર્થડે પર આપી ગિફ્ટ

Arjun Kapoor Birthday : છેલ્લા થોડા સમયથી અર્જુન કપૂરની લગભગ ફિલ્મો ફ્લોપ થઇ છે, છતાં અભિનેતા આલીશાન અને વૈભવી જીવનશૈલી અપનાવે છે. આવો જાણીએ અર્જુન કપૂરની નેટવર્થ કેટલી છે? સાથે જ મલાઇકા અરોરાએ તેના પ્રેમીને આ ખાસ દિવસ પર સ્પેશિયલ ફીલ કરાવવા માટે શું ગિફ્ટ આપી જાણો આ અહેવાલમાં.

Arjun Kapoor and Malaika Arora Photos News
અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ફાઇલ તસવીર

Arjun Kapoor Birthday: બોલિવૂડના ટોચના કાલાકોરમાં સ્થાન ધરાવનાર અર્જુન કપૂર આજે 26 જૂનના રોજ પોતાનો 38મો બર્થેડે સેલિબ્રિેટ કરી રહ્યો છે. આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ઘરે કાલે રાત્રે પાર્ટી આપી આપી હતી. જેમાં ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સ્ટનિંગ લૂકમાં જોવા મળી હતી. સાથે જ અંશુલા કપૂર, ખુશી કપૂર અને અન્ય લોકોએ પણ હાજરી આપી હતી. તો અંશુલા કપૂર તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે પાર્ટીમાં પહોંચી હતી. હવે અર્જુન કપૂરના બર્થડેના વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા થોડા સમયથી અર્જુન કપૂરની લગભગ ફિલ્મો ફ્લોપ થઇ છે, છતાં અભિનેતા આલીશાન અને વૈભવી જીવનશૈલી અપનાવે છે. આવો જાણીએ અર્જુન કપૂરની નેટવર્થ કેટલી છે? સાથે જ મલાઇકા અરોરાએ તેના પ્રેમીને આ ખાસ દિવસ પર સ્પેશિયલ ફીલ કરાવવા માટે શું ગિફ્ટ આપી જાણો આ અહેવાલમાં.

અર્જુન કપૂરે વર્ષ 2012માં ઇશકઝાદેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે પરિણીતી ચોપરા હતી. ઇશકઝાદે બાદ અર્જુન કપૂરે ગુંડે, 2 સ્ટેટ્સ જેવી સુપરહિટ ફિલ્મો આપી. આ પછી અર્જુન કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એ ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી શકી નહીં. જો કે અર્જુન કપૂરની એક્ટિંગના ભરપૂર વખાણ થયા હતા.

અર્જુન કપૂરનો જન્મ 26 જૂન 1985નો રોજ મહારાષ્ટ્રની માયાનગર મુંબઇમાં થયો હતો. તેઓ મશહૂર ફિલ્મ નિર્માતા બોની કપૂરનો દીકરો છે. અર્જુન કપૂરે 11માં ધોરણમાં નાપાસ થયા બાદ અભ્યાસ છોડી દીધો. આમ અર્જુન કપૂર પર્સનલ લાઇફની સાથે પ્રોફેશનલ લાઇફને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે. સૌકોઇ એ વાતથી વાકેફ છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ગળાડૂબ એકબીજાના પ્રેમમાં છે. તેઓ બોલિવૂડના મોસ્ટ પાવર કપલમાંથી એક છે. આ યુગલ હંમેશા લાઇમ લાઇટમાં રહે છે. મહત્વનું છે કે,મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે 18 વર્ષ સુધી લગ્નજીવનની મજા માણ્યા બાદ ડિવોર્સ લીધા હતા. જે બાદ તે અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં આવી.

https://www.instagram.com/reel/Ct8OZvKIxEn/?utm_source=ig_embed&ig_rid=e0286c17-944e-4c8b-ba9f-4d5a087e84df

અર્જુન કપૂરના બર્થડે નિમિત્તે મલાઇકા અરોરાએ તેના પ્રેમીને ત્રણ દિવસ પૂર્વ જ સુંદર ગિફ્ટ આપી દીધી છે. આ અંગે ખુદ અર્જુન કપૂરે ઇન્સ્ટા સ્ટોરી પર ગિફ્ટ્સની ઝલક શેર કરીને માહિતી આપી છે. એક્ટરે આ ઝલક શેર કરીને સુંદર નોટ લખી હતી કે, 72 કલાક પહેલા તે એ સુનિશ્વિત કરે છે કે, તમને યાદ અપાવું કે આ તમારું બર્થડે વીકેંડ છે. મલાઇકાએ અર્જુન કપૂરને આપેલી ભેટ લાઇનિંગ વાળા બ્લેક અને વ્હાઇટ રંગના રેપરથી સજાવેલી છે.

મહત્વનું છે કે, મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વિશ્વની સૌથી બેશુમાર જગ્યા પેરિસમાં ક્વોલિટી ટાઇમ અને રોમેટિંત વેકેશન માટે પહોંચ્યા છે. ત્યાં આ સ્ટાર કપલ શાનદાર બર્થડે સેલિબ્રેશન કરશે.

હવે વાત કરીએ અર્જુન કપૂરની નેટવર્થની તો એક્ટર એક ફિલ્મ માટે 6થી 7 કરોડ રૂપિયા ફી લે છે. તેમજ અર્જુન કપૂરની નેટવર્થ 10 મિલિન ડોલર એટલે કે 82 કરોડ રૂપિયા છે. મળતી માહિતી અનુસાર, અર્જુન કપૂર વાર્ષિક 10 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત અર્જુન કપૂર બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા પણ સારી આવક મેળવે છે. બ્રાન્ડ એમ્બેસેડર થકી અર્જૂન કપૂર લગભગ 50થી 60 લાક રૂપિયા ફી લે છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનની ‘પઠાણ’ અને સલમાન ખાનની ‘ટાઇગર’ સમયની બરબાદી : ભૂતપુર્વ RAW પ્રમુખ

આ સિવાય અર્જુન કપૂર મુંબઇ સ્થિત આલીશાન ઘરનો માલિક છે. તેણે પોતાની મહેનતના દમ પર બાંદ્રામાં કરોડોની કિંમતનો ફ્લેટ ખરીધ્યો છે. જેની કિંમત 23 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અર્જુન કપૂરને મોંઘા વાહનોનો પણ શોખ છે. અભિનેતાના કાર કલેશનમાં 2.43 કરોડ રૂપિયાની મર્સિડીઝ મેબેક કાર, લેન્ડ રોવર ડિફેન્ડર કારનો સમાવેશે થાય છે. આ સાથે અર્જુન કપૂર પાસે 1.64 કરોડની મસેરાટી લેવેન્ટે પણ છે.

Web Title: Arjun kapoor birthday net worth malaika arora latest news

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×