scorecardresearch
Premium

અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનની યાદમાં પુસ્તક આકારની બેન્ચનું નિર્માણ, બિગ બીએ કહ્યું…

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને (Amitabh bachchan) તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની ench(Harivansh rai bachchan) યાદમાં બ્લોગ પર એક તસવીર શેર કરી છે. અમિતાબ બચ્ચને તેના બ્લોગ પર પુસ્તકના આકારમાં નિર્માણ પામેલી એક બેંચની તસવીસ શેર કરી છે.

અમિતાભ બચ્ચને શેર કરી ખાસ ઝલક
અમિતાભ બચ્ચને શેર કરી ખાસ ઝલક

બોલિવૂડ બાદશાહ અમિતાભ બચ્ચન હંમેશા કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે બિગ બી તેના દિવંગત પિતા હરિવંશ રાય બચ્ચનને લઇ ચર્ચામાં છે. અમિતાભ બચ્ચને તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની યાદમાં બ્લોગ પર એક તસવીર શેર કરી છે. અમિતાબ બચ્ચને તેના બ્લોગ પર પુસ્તકના આકારમાં નિર્માણ પામેલી એક બેંચની તસવીસ શેર કરી છે. જે તેમના પિતાના સ્નમાનમાં પોલેન્ડમાં બનાવવામાં આવી છે.

અમિતાભ બચ્ચને આ પોસ્ટમાં વધુમાં કહ્યું હતું કે, આ બેંચને આજે તેનો બંગ્લો ‘જલસા’ માં રાખવામાં આવી છે. આ ઉપરાંત બિગ બીએ બ્લોગમાં લખ્યું છે કે, પોલન્ડમાં વોક્રલા પત્થરથી બનેલી એક બેંચ પુસ્તક આકારમાં – મધુશાલા…જટિલ અને સૌથી અનોખી રીતે બનાવવમાં આવી છે. જેનું વજન એક ટન આસપાસ છે. વોક્રલામાં ભારતના કાઉન્સલ જનરલ શ્રી કાર્તિકેય જોહરીના દયાળુ કાર્યાલય જેને આ બાપૂજીની મૂર્તિ પાછળ લગન સાથે કામ કર્યું છે. ત્યારે હવે બાપૂજીના નામ પર આધુનિક હિંદી સાહિત્યના અધ્યયન માટે સંશોધન કેન્દ્ર ખોલ્યું છે.

બિગ બીએ બ્લોગ પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, બાપૂજીની યાદીમાં જલસામાં અમારા ગાર્ડનમાં આજે તે બેંચને સ્થાપિત કરવી કેટલું શુભ છે. અમિતાભ બચ્ચને તેમની રવિવારની દિનચર્યાની ઝલક પણ શેર કરી હતી. જ્યાં તેઓ તેમના ઘરની બહાર ઉભેલા તેમના ચાહકોને મળે છે. તેમણે તેમના ઘરે હાજર કાઉન્સેલર જનરલ કાર્તિકેય જોહરીને પણ ઓળખાણ કરાવી હતી. અભિનેતાએ લખ્યું, “રવિવારે જલસાના ગેટ પર શુભેચ્છકો માટે હંમેશાની જેમ આભાર… મારી પાછળ કાઉન્સેલર જનરલ કાર્તિકેય જોહરી ઉભા છે, જેમણે બેન્ચને લાવવાની તમામ વ્યવસ્થા કરી છે.”

Web Title: Amitah bachchan father harivansh rai bachchan new book shaped bench photos blog news

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×