બોલિવૂડના શહેનશાહ ચર્ચામાં આવ્યાં છે. હાલ અમિતાભ બચ્ચન (Amitabh bachchan) ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 14મી (KBC 14) સિઝન હોસ્ટ કરી રહ્યા છે. જેમાં તેઓ ઘણી વખત હોટ સીટ પર બેસેલા સ્પર્ધકો સાથે તેના દિલની વાત કરતા નજર આવ્યાં છે. ત્યારે તાજેતરમાં બિગ બી ઉંચી હાઇટ હોવાના ગેરફાયદા અંગે વાત કરતા નજરે પડ્યાં છે. બિગ બીની સૌથી નિર્ણાયક વિશેષતાઓમાંની એક તેની ઊંચાઈ છે. કારણ કે ઘણા લોકો તેમની ઉંચાઇને ‘એન્ગ્રી યંગ મેન’ની છવિ સાથે જોડે છે.
હકીકતમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસેલો યુવા કન્ટેસ્ટન્ટ તેની નીચી હાઇટ વિશે ફરિયાદ કરે છે. ત્યારે અમિતાભ બચ્ચન તેના સ્કૂલકાળના એક કિસ્સા અંગે વાત કરે છે. બિગ બીએ કહ્યું કે, અમારી સ્કુલમાં બોક્સિંગ અનિવાર્ય હતુ. એટલે મારી હાઇટ હોવાને કારણે મારું નામ વરિષ્ઠ લોકોની યાદીમાં સામેલ કરવામાં હતું. જેને પગલે મારે સિનિયર્સનો માર સહન કરવો પડતો હતો. મુખ્ય સ્કૂલમાં મારે માત્ર ઉંચાઇના કારણે ખુબ માર ખાવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને કેબીસીની 14મી સિઝનનું સમાપન કર્યું છે. જેને લઇને બિગ બીએ તેના બ્લોગ પર એક પોસ્ટ શેયર કરી છે કે, શોનો છેલ્લો દિવસ, મારા તરફથી એ તમામને શુભકામના જેઓ કેબીસીને બનાવવા માટે મહેનત કરે છે…આવતા વર્ષે ફરી નવી સિઝન સાથે કમબેક કરવાની આશા છે. તેમદ મારા તરફથી રીટર્ન ગિફ્ટ.. “દીવારની એક ક્ષણ.. અને લાગણીઓ.”
તાજેતરમાં 28માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચને ભારતીય ફિલ્મ ઉઘોગમાં સેંસરશિપના ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મને વિશ્વાસ છે કે મંચ પર હાજર મારા સહયોગી મારી આ વાત સાથે સહમત હશે કે, ભારતીય ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલો કરવામાં આવે છે”.