SCREEN Launch 2.0: ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’નું સ્ક્રીન મેગેઝિન 11 વર્ષ પછી પરત ફર્યું છે. એક્સપ્રેસના લોકપ્રિય મેગેઝિન SCREEN 2.0 નું ડિજિટલી લોન્ચ ‘સ્ત્રી 2’ની અભિનેત્રી શ્રદ્ધા કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજર રહી હતી. જેનો પ્રથમ ડિજિટલ કવરનો ભાગ શ્રદ્ધા કપુર પોતે બની છે. સ્ક્રીન લોન્ચના પ્રસંગે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને વીડિયો મેસેજ દ્વારા ઇન્ડિયન એક્સપ્રેસને અભિનંદન પાઠવ્યા અને 60 ના દાયકાની જૂની યાદોને તાજા કરી હતી.
સ્ક્રીન કોઈપણ પ્રકારની સનસની ફેલાવાનું ટાળે છે: અમિતાભ બચ્ચન
સેલ્ફી વીડિયો રોલમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને સ્ક્રીનને તેના ફરીથી લોંચ થવાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી હતી. બિગ બી એ કહ્યું કે,”સ્ક્રીન સાથે મારો સંબંધ ઘણો લાંબો છે. જ્યારે હું 60 ના દાયકાના અંતમાં ફિલ્મ ઉદ્યોગમાં જોડાયો ત્યારે સ્ક્રીન ખૂબ જ પ્રખ્યાત હતી… મને ખબર નથી કે તેને અખબાર કહેવું કે મેગેઝિન કારણ કે તેનું કદ ખૂબ મોટું હતું. અન્ય કોઈ ફિલ્મી સામયિકોથી વિપરીત, તેઓની ફિલ્મોની રજૂઆત પહેલા કરવામાં આવતી. તેમાં કોઈ ગપસપ કે મશ્કરીઓ નહોતી, ફિલ્મ ઉદ્યોગ વિશે માત્ર સારી વાતો જ લખવામાં આવતી હતી.
અમિતાભ બચ્ચને જૂની યાદો તાજા કરી
સ્ક્રીન 2.0 ના લોન્ચના પ્રસંગે બિગ બી એટલે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને વીડિયો મેસેજ દ્વારા ઇન્ડિયન એક્સપ્રેસને અભિનંદન પાઠવ્યા હતા અને સ્ક્રિન મેગેઝિન સાથે સંકળાયેલી પોતાની જૂની યાદો તાજા કરી હતી. બિગ બીએ વર્ષો અગાઉના સ્ક્રિન મેગેઝિન સાથે સંકળાયેલી યાદ તાજા કરતા કહ્યું હતું કે, તેમના સમયમાં જ્યારે સ્ક્રિન મેગેઝિન છપાઈને લોકો પાસે પહોંચતી હતી ત્યારે સેલિબ્રિટી એક-બીજાને ફોન કરીને પૂછતા હતા કે તારી સ્ટોરી કે ફોટો અંદર છપાયો છે કે નહીં. ત્યાં જ પરિવારના નાના બાળકો પણ આ મેગેઝિન વાંચતા હતા અને તેઓ તેની પાસે આવીને કહેતા હતા કે તેમના વિશે કે બોલિવૂડની અન્ય સેલિબ્રિટી વિશે શું છપાયું છે.
‘સ્ક્રીન’ લોન્ચ થયા બાદ બે પેનલ રાખવામાં આવી છે. આમાં પ્રથમ પેનલ ‘સ્ક્રીન લાઈવ વિથ શ્રદ્ધા કપૂર’. અને બીજો ‘ક્રિએટર એક્સ ક્રિએટર હશે’. બીજી પેનલમાં વિજય વર્મા ડાયરેક્ટર રાજકુમાર હિરાની સાથે વાત કરતા જોવા મળશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના ફિલ્મ સમીક્ષક શુભ્રા ગુપ્તા આ સ્ટાર્સ સાથે વાતચીત કરશે. ‘સ્ક્રીન’ના સ્પેશ્યલ સેગમેન્ટને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા હોસ્ટ કરશે. સાથે જ આ ઇવેન્ટમાં ડાયરેક્ટર રાજકુમાર હિરાની અને વિજય વર્મા પણ ઉપસ્થિત રહેશે, જે કરિયર અને લાઈફ વિશે ઘણી વાતો શેર કરશે. ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરનો આ પહેલો જાહેર કાર્યક્રમ હશે. આ સિવાય આ પહેલીવાર હશે જ્યારે રાજકુમાર હિરાણી, વિજય વર્મા સાથે સ્ટેજ શેર કરશે.