scorecardresearch
Premium

Allu Arjun Pushpa: અલ્લુ અર્જૂન ની પુષ્પા 2 ધ રૂલ મૂવી 15 ઓગસ્ટે રિલિઝ નહીં થાય, જાણો હવે ક્યારે ફિલ્મ રિલિઝ થશે?

Allu Arjun Pushpa 2 The Rule Release Date: અલ્લૂ અર્જૂનની પુષ્પા 2 ધ રૂલ મૂવીની રિલિઝ તારીખ ફરી બદલવામાં ફેન્સ રોષે ભરાયા છે અને કોર્ટ કેસ કરવાની ધમકી આપી છે. અલબત્ત ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા મૂવીની નવી રિલિઝ તારીખ પણ જાહેર કરી છે.

Pushpa 2 First Promo | Pushpa Pushpa Promo | Pushpa 2 First Single Promo | Allu Arjun | Rashmika Mandanna
Pushpa 2 First Single Promo

Allu Arjun Pushpa 2 The Rule New Release Date: અલ્લુ અર્જૂનની પુષ્પા 2 ધ રૂલ ફિલ્મની રિલિફ મોકૂફ રાખવામાં આવી છે. ચાહકોએ આ સાઉથ મૂવી જોવા માટે ઘણી રાહ જોવી પડશે. અલ્લુ અર્જૂનની અપકમિંગ પુષ્પા 2 ધ રૂલની રિલિઝ મોકૂફ રાખવામાં આવતા ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુષ્પા: ધ રૂલ, જે અગાઉ 15 ઓગસ્ટે રિલિઝ થવાની હતી, જો કે ફિલ્મ મેકર્સ દ્વારા મૂવીની રિલિઝ ડેટ બદલવામાં આવી છે. અલ્લુ અર્જૂનના ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એક ચાહકે તો ચાહકોની ભાવનાઓ સાથે રમત રમવા બદલ નિર્માતાઓ સામે કેસ દાખલ કરવાની ધમકી પણ આપી હતી.

પુષ્પા 2 ધ રૂલ રિલિઝ તારીખ કેમ બદલવામાં આવી?

અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 ધ રુલની રિલિઝ મોકુફ રાખવામાં આવતા ફેન્સે સોશિયલ મીડિયા પર ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મેકર્સે બાકીનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું કરવા માટે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખી છે. તેમણે કહ્યું કે, હું હાઇ ક્વોલિટી ફિલ્મ આપવામાં કોઇ બાંધછોડ કરવા માગતો નથી. જો કે આ ખુલાસો કરવા છતાં ફેન્સની નિરાશા ઓછી ન થઈ.

પુષ્પા 2 ધ રુલ મૂવી નવી રિલિઝ તારીખ (Pushpa 2 The Rule New Release Date)

પુષ્પા 2 ધ રૂલ મૂવી રિલિઝ થવાની ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ સાઉથ મૂવીની રિલિઝ તારીખમાં ઘણી વખત ફેરફાર થયા છે. અગાઉ અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ જૂન 2024માં રિલિઝ થવાની હતી. ત્યારબાદ રિલિઝ તારીખ બદલીને 15 ઓગસ્ટ કરવામાં આવી હતી. હવે ફિલ્મ મેકર્સ દ્વારા પુષ્પા 2 ધ રુલ મૂવીની રિલિઝ તારીખ બદલવામાં આવી છે. હવે પુષ્પા 2 ધ રૂલ મૂવી 6 ડિસેમ્બર 2024ના રોજ થિયેટરમાં રિલિઝ થશે.

Allu Arjun film Pushpa 2
Pushpa 2 Release Date : અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ 15 ઓગસ્ટ રિલીઝ થશે કે નહિ? જાણો

પુષ્પા 2 ધ રૂલ રિલિઝ ટળતા ફેન્સે આપી કોર્ટ કેસ કરવાની ધમકી

ટ્વિટર પર ફેન્સ સતત નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ ફિલ્મ જૂન 2024 માં રિલીઝ થવાની હતી. શા માટે તેને ડિસેમ્બર 2024 સુધી મુલતવી રાખવામાં આવે છે? શું આ ફિલ્મ નિર્માતાઓ માટે એક મજાક છે? દર્શકોની ભાવનાઓ સાથે રમવું. પુષ્પા સમુદાય વતી હું તેને વહેલી તકે રિલિઝ કરવા કોર્ટમાં કેસ કરીશ.

અન્ય એક ચાહકે નિરાશા વ્યક્ત કરી અને ટ્વીટ કર્યું, “અમે પુષ્પા 2 ની આટલી લાંબી રાહ જોઈ, અને હવે આ! શું તમે જાણો છો કે અમારા માટે તેનો અર્થ શું છે? અમે દિવસો ગણી રહ્યા હતા. મહેરબાની કરીને ફરીથી વિચાર કરો. બીજા ઘણા લોકોએ પણ આવી જ ભાવના વ્યક્ત કરી હતી. અમે તમને આવા જ કેટલાક ચાહકોના ટ્વીટ્સ બતાવી રહ્યા છીએ જ્યાં તેઓએ તેમની લાગણીઓ વ્યક્ત કરી છે:

આ પણ વાંચો | કલ્કિ 2898 AD ટ્રેલર જુઓ, પ્રભાસની અપકમિંગ મુવી એક્શન અને ગ્રાફિક્સથી છે ભરપુર

પુષ્પા 2 ધ રૂલ – અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાના ફરી જોવા મળશે

રંગસ્થલમ ફેમ સુકુમાર દ્વારા નિર્દેશિત, પુષ્પા 2 ધ રૂલ મૂવીમાં ફહાદ ફાસીલ પણ વિલનના રોલમાં છે. આ સાઉથ મૂવી માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના પુષ્પા અને શ્રીવલ્લીના રોલમાં ફરી જોવા મળશે.

Web Title: Allu arjun pushpa 2 the rule release postponed know upcoming south movies 2024 release date as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×