Ranbir Kapoor Alia Bhatt: બોલિવૂડ પાવર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor Alia Bhatt) પોતાની લાડલી રાહાના જન્મ બાદથી ખૂબ જ ખુશ છે. ફેન્સ આતુરતાથી રાહા (Raha Kapoor)ની એક ઝલક મેળવવા માટે આતુર છે પરંતુ તેમણે હજુ પણ થોડી રાહ જોવી પડશે.
કપલે તાજતેરમાં જ મીડિયા અને પાપારાઝીઓ સાથે મુલાકાત કરીને તેમને વિનંતી કરી છે કે તે તેમની દીકરી રાહા કપૂરની તસવીરો (Raha Kapoor Photos) ક્લિક ન કરે. કપલે પાપારાઝીઓ સાથે એક ગેટ ટુ ગેધર કરીને તેમને આ વાત કહી હતી. ખાસ વાત એ છે કે રણબીર અને આલિયાએ પાપારાઝીઓએ રાહાની તસવીર પણ બતાવી છે.
શનિવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પાપારાઝીઓ સાથે મુલાકાત કરી અને તેમને રિકવેસ્ટ કરી કે તેઓ તેમની બે મહિનાની દીકરી રાહા કપૂરની તસવીરો ક્લિક ન કરે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગત વર્ષે 6 નવેમ્બરે દીકરી રાહાનું સ્વાગત કર્યુ. ઘણા પાપારાઝીઓએ શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કપલ સાથે પોતાની વાતચીત શેર કરી છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વરિંદર ચાવલાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગત વર્ષે એક ખૂબસૂરત દીકરી રાહા કપૂરનું વેલકમ કર્યુ. આજે આ કપલે પાપારાઝીને પર્સનલી મળીને વિનંતી કરી કે અમે તેમની દીકરીની તસવીરો ક્લિક ન કરીએ. હકીકતમાં રણબીર અને આલિયા દ્વારા લેવામાં આવેલું આ પગલું એકદમ યોગ્ય અને સકારાત્મક છે.
તેવામાં વીરલ ભાયાણીના કેપ્શનમાં લખ્યું છે, ખૂબસૂરત કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તથા નીતૂ કપૂરે મીડિયા ફોટોગ્રાફર્સ માટે એક સ્પેશિયલ ગેટ ટુ ગેધર હોસ્ટ કર્યુ. આ કપલે મીડિયાને રિકવેસ્ટ કરી કે તે તેમની દીકરીની તસવીરો ક્લિક ન કરે. રણબીરે પોતાના ફોનમાં બેબી રાહાની ખૂબસૂરત તસવીરો અમને બતાવી. તે બાદ તેમણે અમને ટ્રીટ કર્યા.
રણબીર અને આલિયા ભટ્ટે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગત વર્ષે 14 એપ્રિલે લગ્ન કરી લીધા. તેમણે રણબીરના મુંબઇ સ્થિત ઘરે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. તે બાદ કપલે જૂન 2022માં ગુડ ન્યૂઝ શેર કરી. 6 નવેમ્બરે તેમની લાડલીએ આ દુનિયામાં જન્મ લીધો.