દેશના ફેમસ ચહેરાઓ ગઇકાલે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામના દર્શન પામવા માટે પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બોલિવૂડ સિતારાઓએ પણ હાજરી આપી હતી. જેમાં આલિયા ભટ્ટ, કૈટરીના કૈફથી લઇને રણબીર કપૂર, રોહિત શેટ્ટી જેવા અનેક સિતારાઓએ હાજરી આપી હતી. સિતારાઓની આ મહેફિલમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ હાજરી આપી શક્યા નથી. ગેસ્ટ લિસ્ટમાં બન્નેનું નામ શામિલ હતુ. પરંતુ તેઓ આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા. આવી સ્થિતિમાં બન્નેએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કરીને ફેન્સને સંદેશો પાઠવ્યો છે.
આ વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં એક્ટર્સે લખ્યુ કે, શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસ પર તમને બધાને શુભકામનાઓ. જય શ્રી રામ. જો કે હવે આ સવાલ થાય છે કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે આ કાર્યક્રમમાં કેમ હાજરી આપી નહોતી? આમ, બંન્ને સ્ટાર્સ એમની અપકમિંગ ફિલ્મોમાં વ્યસ્ત છે. બંન્ને સ્ટાર્સની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં અંતિમ ચરણમાં છે અને ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી ગઇ છે. એવામાં એક્ટર્સ પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ વીડિયોમાં અક્ષય કુમારે કહ્યું કે, હું અક્ષય કુમાર અને મારી સાથે મિત્ર ટાઇગર શ્રોફ, અમારા બન્ને તરફથી તમને સૌને જય શ્રી રામ. આજે પૂરી દુનિયામાં રામ ભક્તો માટે સૌથી મોટો દિવસ છે. ઘણાં વર્ષોની રાહ જોયા પછી એવો દિવસ આવ્યો છે કે રામલલા એમના ઘરે અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં આવી રહ્યા છે. વધુમાં અક્ષય કુમાર કહ્યું કે અમારા બંન્ને તરફથી તમને અને તમારા પરિવારને આ પાવન દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ.
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર છેલ્લે મિશન રાનીગંજમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ હતી. જેમાં સેલ્ફી, OMG 2 સામેલ હતી. સેલ્ફી બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમા કરી શકી નથી. જો કે, OMG 2 ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી. હવે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા 2’ જોવા મળશે. આ સિવાય અક્ષય કુમાર વર્ષો પછી રવીના ટંડન સંગ વેલકમ ટૂ જંગલમાં જોવા મળશે. સાથે જ એક્ટર હેરા ફેરી 3માં પણ જોવા મળશે.