scorecardresearch
Premium

વર્ષો બાદ ઐશ્વર્યા રાયે ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મની ઓફર નકારવાનો કર્યો ખુલાસો, ‘જો તેણે આ મૂવી કરી હતો તો….’

Aishwarya Rai bachchan: કાયમ માટે લોકોને યાદગાર રહેનારી ફિલ્મો ‘કુછ કુછ હોતા હૈ'(Kuch kuch hota hai) ‘અને હમ સાથ સાથ હૈં’ ફિલ્મોમાં ઐશ્વર્યા રાયને (Aishwarya rai bachchan) અભિનય માટે ઓફર કરવામાં આવી હતી.પરંતુ ઐશ્વર્યા રાય આ ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી.

ઐશ્વર્યા રાયે આ કારણથી કુછ કુછ હોતા હૈ ફિલ્મની ઓફર ઠુકરાવી
ઐશ્વર્યા રાયે આ કારણથી કુછ કુછ હોતા હૈ ફિલ્મની ઓફર ઠુકરાવી

વિશ્વસ્તરે પોતાની ખુબસુરતી અને દમદાર એક્ટિંગથી પ્રચલિત અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) વર્ષ 1990ના દાયકામાં સૌથી વધુ ડિમાંડમાં રહેનાર અભિનેત્રીઓમાંથી એક હતી. મિસ વર્લ્ડનો તાજ જીત્યા પહેલા ઐશ્વર્યા રાય સફળ મોડેલ તરીકે કારકિર્દી બનાવી ચૂકી હતી,ખુબ પોપ્યુલર થઇ ગઇ હતી.

ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડનો તાજ સર કર્યા પછી તેને ફિલ્મો ઓફર થવા લાગી હતી. યશ ચોપરા, સૂરજ બડજાત્યા જેવા ફેમસ ફિલ્મ નિર્માતાઓ તેમને ફિલ્મ ઓફર કરવા લાગ્યા હતા. ત્યારે કાયમ માટે લોકોને યાદગાર રહેનારી ફિલ્મો ‘કુછ કુછ હોતા હૈ’ ‘અને હમ સાથ સાથ હૈં’ ફિલ્મોમાં ઐશ્વર્યા રાયને અભિનય માટે ઓફર કરવામાં આવી હતી.પરંતુ ઐશ્વર્યા રાય આ ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી. જે બાદ આ ફિલ્મો સૂપરહિટ ગઇ.

ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, ‘તેણે શા માટે કરણ જોહરની ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી’. ઐશ્વર્યા રાયએશ્વર્યા રાય ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, ‘ફિલ્મ કાજોલની હતી, એવામાં જો મેં આ ફિલ્મ કરી હોત તો લોકોએ એવી ટિપ્પણી ચોક્કસથી કરી હોત કે હું મોડલિંગ સમયે જે કરતી હતી તે પ્રકારે ફિલ્મોમાં પણ કરું છું’.

આ પણ વાંચો: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન કરશે દારૂનો વેપાર, સૌથી મોટી લિકર કંપની સાથે ભાગીદારી અંતર્ગત લોન્ચ કરશે વોડકા

આ સાથે ઐશ્વર્યા રાય જણાવ્યું હતું કે, કરણ જોહરે જે તારીખો માંગી હતી એ માટે હું પહેલેથી વ્યસ્ત હતી. મારી પાસે પહેલાથી ‘આ અબ લોટ ચલે’ પ્રોજેક્ટ હતો. જ્યારે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ અંગે વાત કરીએ તો કરણ જોહરે મારો સંપર્ક જરૂરથી કર્યો હતો. પરંતુ જે તારીખો તેમને આપી હતી એમાં હું આરકે ફિલ્મ માટે પ્રતિબધ્ધ હતી, આ સિવાય કુછ કુછ કાજોલની હતી. આ ઉપરાંત એશ્વર્યા રાયે ‘કુછ કુછ હોતા હૈ’ માં રાની મુખર્જીના એક્ટિંગના વખાણ કર્યા હતા.

ઐશ્વર્યા રાયે વધુમાં જણાવ્યું હતું કે, ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં ટીનાના રોલ માટે ટ્વિકંલ ખન્ના, જૂહી ચાવલા, ઉર્મિલા માતોંડકર સહિત ઘણી અભિનેત્રીઓને ઓફર કરવામાં આવી હતી. પરંતુ કોઇ અભિનેત્રી કાજોલ-શાહરૂખની ફિલ્મમાં ત્રીજુ બનવા માટે તૈયાર ન હતું, આખરે રાની મુખર્જીએ ટીનાનું પાત્ર નિભાવ્યું. તમને જણાવી દઇએ કે રાની મુખર્જીએ એ સમયે માત્ર એક ફિલ્મ કરી હતી ‘રાજા કી આયેગી બારાત’. આ પછી તેને ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ કરી જેણે રાની મુખર્જીને સ્ટાર બનાવી દીધી.

Web Title: Aishwarya rai bachchan kuch kuch hota and hum sath sath hai offer turned down accept reason news new movie instagram

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×