Aishwarya RaiBachchan Networth : બોલિવૂડની સુંદર અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ સ્થાપી છે. આજે 1 નવેમ્બરે ઐશ્વર્યા રાય પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે, પરંતુ તેના ચહેરા પર ઉંમરની કોઈ નિશાની દેખાતી નથી. 1998માં બોલિવૂડમાં પોતાની સફર શરૂ કરનારી ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ આઈકન બની ગઈ છે.
1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલોરમાં જન્મેલી ઐશ્વર્યા રાયે 1997માં મણિરત્નમની ફિલ્મ ‘ઈરુવર’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. જોકે, ફિલ્મ ખાસ ચાલી ન હતી.
ઐશ્વર્યા 2003માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્ય બનનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી. શું તમે જાણો છો નેધરલેન્ડના કેયુકેનહોફ ગાર્ડનમાં તેના નામ પર ટ્યૂલિપનું ફૂલ છે. ઓપ્રાહ વિન્ફ્રે શોમાં આમંત્રિત થનારી ઐશ્વર્યા પ્રથમ ભારતીય અને મેડમ તુસાદ તરફથી પ્રતિમા મેળવનારી પ્રથમ મહિલા હતી.
ફ્રાન્સની સરકારે સન્માન કર્યું હતું
ઐશ્વર્યા રાયના નામ સાથે ઘણા લોકપ્રિય ટાઇટલ જોડાયેલા છે. અભિનેત્રીને 2009માં ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. ઐશ્વર્યાને 2012માં ફ્રાન્સની સરકાર દ્વારા Ordre des Arts et des Lettres પણ એનાયત કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ઐશ્વર્યા એકમાત્ર અભિનેત્રી હતી જેને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ સાથે લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચની લવ સ્ટોરી
હવે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચની લવ સ્ટોરી અંગે વાત કરીએ તો તેની શરૂઆત વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઢાઇ અક્ષર પ્રેમ’થી થઈ હતી. ઐશ્વર્યા અને અભિષેક પહેલીવાર આ ફિલ્મના સેટ પર મળ્યા હતા અને પછી તેઓ એકબીજાના સારા મિત્રો બની ગયા હતા. આ પછી બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
ઐશ્વર્યા રાયની નેટવર્થ
ઐશ્વર્યા રાયની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 775 કરોડની સંપત્તિની માલિકી ધરાવે છે. ઐશ એક ફિલ્મ દીઠ 10 થી 12 કરોડ રૂપિયા લે છે. ઐશ્વર્યા રાય મોટી બ્રાન્ડની જાહેરાતો પણ કરે છે.
ઐશ્વર્યા રાય બચ્ચનની વાર્ષિક કમાણી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય સોલો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક 80 થી 90 કરોડ કમાય લે છે. આ સાથે ઐશ્વર્યા રાય બચ્ચન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે એક દિવસ માટે લગભગ 6-7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અભિનેત્રી હોવા ઉપરાંત ઐશ્વર્યા એક બિઝનેસવુમન પણ છે. અભિનેત્રી પોષણ આધારિત સ્વાસ્થ સેવા સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કરે છે.
ઐશ્વર્યા રાય કાર કલેક્શન
ઐશ્વર્યા રાય પાસે મોંઘી કારોનો પણ સ્ટોક છે. અહેવાલો અનુસાર, તેમની કાર કલેક્શનમાં રૂ. 7.95 કરોડની રોલ્સ રોયસ ઘોસ્ટ, રૂ. 1.60 કરોડની મર્સિડીઝ-બેન્ઝ S350d કૂપ, રૂ. 1.58 કરોડની Audi A8L, રૂ. 2.33 કરોડની Lexus LX 570 અને રૂ. 58 કરોડની મર્સિડીઝ-બેન્ઝ A 500નો સમાવેશ થાય છે.
ઐશ્વર્યા રાય બચ્ચન ‘જલસા’માં તેના પરિવાર સાથે રહે છે, જેની કિંમત લગભગ 112 કરોડ રૂપિયા છે. આ સિવાય ઐશ્વર્યા અને તેના પતિ અભિષેક બચ્ચને દુબઈના જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં સેંકચ્યુરી ફોલ્સમાં પેલેસ જેવો વિલા પણ ખરીદ્યો છે. આ સાથે ઐશ્વર્યા રાય પાસે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે, જે 5,500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેણે આ એપાર્ટમેન્ટ 38000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે ખરીદ્યું હતું, જેની કુલ કિંમત આજે 21 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. અભિષેક અને ઐશ્વર્યા એક પુત્રી આરાધ્યાના માતા-પિતા છે.