Amitabh Bachchan News : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે પોતાનો 81મો બર્થડે ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર ઐશ્વર્યા રાયે ભાણેજ નવ્યા નવેલી નંદાએ શેર કરેલી તસવીર ક્રોપ કરીને રીપોસ્ટ કરી તેના સસરા અમિતાભ બચ્ચનને બર્થડેની શુભેચ્છા પાઠવી હતી, પરંતુ આ તસવીરમાં બિગ બી અને આરાધ્યા જ જોવા મળી રહ્યા છે. જ્યારે ખરેખર આ તસવીરમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન તેની પુત્રી નવ્યા નંદા છે. ઐશ્વર્યા રાયે તસવીરમાંથી તેઓને ક્રોપ કર્યા પછી યૂઝર્સમાં એવી અકટળો તેજ થઇ કે તેમની વચ્ચે બધુ બરાબર લાગતુ નથી. જેને લઇને અમિતાભ બચ્ચનની એક નિવેદન સામે આવ્યું છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન વર્ષ 2007માં થયા હતા. ત્યારે વર્ષ 2018માં અમિતાભ બચ્ચનને એક ઇન્ટરવ્યુમાં સવાલ કર્યો હતો કે, ઐશ્વર્યાના બચ્ચન પરિવારમાં પરિણીને આવ્યા પછી શું બદલાવ આવ્યા? આ સવાલના જવાબમાં બિગ બીએ કહ્યું હતું કે, ‘ઐશ્વર્યાના આવવાથી તેના પરિવરમાં કોઇ ખાસ બદલાવ આવ્યા નથી. તેના માટે એવું હતું કે, એક દીકરી ગઇ અને બીજી દીકરી આવી. એટલે કે બિગી બી ઐશ્વર્યા રાય બચ્ચનને દીકરી માને છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાના લગ્ન વર્ષ 1997માં દિલ્હીના બિઝનેસમેન નિખિલ નંદા સાથે કર્યા હતા.’
તો બીજી તરફ જયા બચ્ચને પણ રેડિફ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતુ કે, ‘ઐશ્વર્યા મારી દોસ્ત છે. જો મને તેની કોઇ વાત પસંદ નથી આવતી તો તેને સીધુ કહી દંઉ છું. હું તેની પીઠ પાછળ રાજનીતિ કરતી નથી. તેમજ જો તે મારી કોઇ વાત સાથે અસહમત હોય તો તે અભિવ્યક્ત કરી દે છે. બસ ફર્ક માત્ર એટલો જ કે હું વધુ નાટકીય હોય શકુ છુ અન તેને વધુ સમ્માનજનક થવું પડશે.’
બચ્ચન પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. પરંતુ પેરિસ ફેશન વીક પછી આ પરિવાર વિશે વિવિધ પ્રકારની ચર્ચાએ મનોરંજનનું બજાર ગરમ કર્યું છે. નવ્યાને સપોર્ટ કરવા પેરિસ પહોંચેલી જયા બચ્ચન અને શ્વેતાની તસવીરો પછી આ પરિવારમાં અણબનાવની અટકળો ચાલી રહી છે.
આ મામલે લોકોનું નિવેદન સામે આવ્યું કે, જ્યારે ઐશ્વર્યા રાય આ ફેશન વીકનો હિસ્સો હતી તો પછી તેને તસવીરમાં કેમ લેવામાં ન આવી. તેમજ ઐશ્વર્યા રાય ફક્ત તેના પતિ અભિષેક બચ્ચનને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. તેના સસરા અમિતાભ બચ્ચન કે તેની નણંદ શ્વેતા અને તેની પુત્રી નવ્યા તેના ફ્રેન્ડ લિસ્ટમાં નથી.