હિંદુ મહાકાવ્ય ‘રામાયણ’ પર આધારિત ફિલ્મ આદિપુરૂષ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ જશે. ત્યારે તેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. તેવામાં આદિપુરૂષ ઓપનિંગ ડેના દિવસે બોક્સ ઓફિસ પર સંભવત કેટલી કમાણી કરશે તેને લઇને ભવિષ્યવાણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, આદિપુરૂષ 500 કરોડના મેગાબજેટમાં નિર્માણ પામી છે. ત્યારે વિશાળ બજેટ હંમેશા ફિલ્મની સફળતા નિર્ઘારિત કરતું નથી. જેમ કે, શાહરૂખની ઝીરો, સલમાનની ટ્યુબલાઇટ, રણબીર કપૂરની સાંવરિયા સહિત આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર. જો કે આદિપુરૂષ મામલે એક વિશેષતા એવી છે જે નફાને વેગ આપશે અને તે એ છે કે આ ફિલ્મ રામાયણનું પુનરુત્થાન છે. આવા સંજોગોમાં આદિપુરૂષ ઓપનિંગ ડે પર કેટલી કમાણી કરશે તે વિશે નિષ્ણાતોએ શું ભવિષ્યવાણી કરી તે અંગે વાંચો આ અહેવાલમાં.
આદિપુરૂષમાં પ્રભાવ મર્યાદા પુરૂષોતમ રામ એટલે કે રાજા રાઘવ, ક્રિતિ સેનન માતા સીતા તેમજ સૈફ અલી ખાન રાવણનું પાત્ર નિભાવતા જોવા મળશે. સ્ટાર કાસ્ટે આ ફિલ્મ માટે દમદાર ફી પણ લીધી છે.
ફિલ્મ વિવેચક તરણ આદર્શ અનુસાર, પ્રેક્ષકો મુખ્યત્વે રામાયણ પ્રત્યેના તેમના આકર્ષણને કારણે આ ફિલ્મ જોશે, જે તેણે તેના સમગ્ર પરિવાર સાથે બાળપણમાં ટેલિવિઝન પર જોઈ હતી. તેઓનું માનવું છે કે, તેના જેવા ઘણા ભારતીયો હશે જેઓ ‘આદિપુરુષ’ને રામાયણ પ્રત્યેના પ્રેમ માટે જોતા હશે. આ સાથે તરણ આદર્શે કહ્યું કે, “મારા માટે સૌથી મહત્વની વસ્તુ પ્રભાસ, કૃતિ સેનન કે સૈફ અલી ખાન નથી. મારા માટે, તે રામાયણ છે, અને તે ખૂબ જ મજબૂત લાગણી છે. બાકીનું બધું ગૌણ છે,” ફિલ્મ જોનારા ઘણા ભારતીયો તેમની લાગણીઓ સાથે સંમત થશે.
મહત્વનું છે કે, આદિપુરૂષનું પ્રી બુકિંગનો શુભારંભ રવિવારે થઇ ગયો હતો. ત્યારે આ ફિલ્મ પ્રી બુકિંગ મામલે પઠાણનો પણ રેકોર્ડ તોડ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે તરણ આદર્શે આ સમાચારને નકારી કાઢતા કહ્યું કે, ફિલ્મે સારી સંખ્યામાં ટિકિટ વેચી હોવા છતાં તે શાહરૂખ ખાનની પઠાણની બરાબર નથી.
ફિલ્મની મોટાભાગની ટિકિટો સેલિબ્રિટીઓએ પહેલેથી જ ખરીદી લીધી છે. રણબીર કપૂર, ધ કાશ્મીર ફાઇલ્સના નિર્માતા અભિષેક અગ્રવાલ અને અનન્યા બિરલાએ સમાજના વંચિત વર્ગોમાં વહેંચવા માટે પ્રત્યેક 10,000 ટિકિટો ખરીદી છે. અન્ય સેલેબ્સ પણ તેને અનુસરી રહ્યા છે.
તરણ આદર્શે ધ ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે, જે પેઢીએ ટીવી પર રામાનંદ સાગરનું રામાયણ જોયું છે, હવે તેઓ આદિપુરુષને નોસ્ટાલ્જીયા ખાતર જોશે. તો ફિલ્મ નિર્માતા અને વેપાર વિશ્લેષક ગિરીશ જોહર માને છે કે, ઘણા માતા-પિતા તેમના બાળકોને હિંદુ પૌરાણિક કથાઓ વિશે શિક્ષિત કરવા માટે ફિલ્મમાં લઈ જશે.
જોહરના જણાવ્યા અનુસાર, આદિપુરુષ તમામ ભાષાઓમાં બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 50 કરોડની કમાણી કરશે. પ્રભાસની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને મારો અંદાજ છે કે આ ફિલ્મનું હિન્દી વર્ઝન લગભગ 15-18 કરોડ રૂપિયામાં ખુલ્યું હશે. આ ફિલ્મ તમામ ભાષાઓમાં સર્વકાલીન ટોપ ટેન ઓપનર્સમાં સામેલ થશે. તે તમામ ભાષાઓમાં ચોક્કસપણે રૂ. 50 કરોડથી વધુને સ્પર્શી શકે છે.’
આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના મોતને ત્રણ વર્ષ પૂર્ણ, બહેન અને ફેન્સ પોસ્ટ શેર કરીને થયા ભાવુક
નોંધનીય છે કે, નેશનલ સિનેમા ચેઈન PVRએ 1 લાખથી વધુ ટિકિટો વેચી છે, જેમાંથી 25 ટકા દક્ષિણના રાજ્યોમાં વેચાઈ છે. તેથી આદિપુરુષના પ્રી-બુકિંગ માટે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે જે 5 ભાષાઓમાં રિલીઝ થશે – હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ.