હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરૂષ’ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ત્યારે આ ફિલ્મ ઓપનિંગ ડે થી વિવાદોમાં છે. ફિલ્મ આદિપુરૂષને લઇને પ્રતિદિન નવા વિવાદો સામે આવી રહ્યા છે. ફિલ્મ આદિપુરૂષના વિવાદિત સંવાદને લઇને દેશમાં હંગામો મચી રહ્યો છે. આ ફિલ્મનો માત્ર દેશમાં જ નહીં નેપાળામાં પણ વિરોઘ થઇ રહ્યો છે. નેપાળમાં આ ફિલ્મ પર પ્રતિબંઘ લાદ્યો છે. ફિલ્મ ‘આદિપુરૂષ’નો ઉગ્ર વિરોધ છતાં દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. આદિપુરૂષે રિલીઝના બે દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેવામાં હવે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરૂષ’ની ત્રીજા દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે. જાણો આ અહેવાલમાં ફિલ્મ ‘આદિપુરૂષે’ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર કેટલો વેપાર કર્યો?
શનિવારની સરખામણીમાં રવિવારે ફિલ્મ આદિપુરૂષે 2.68 ટકા વધુ કમાણી કરી છે. આંકડાઓ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 219 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મ આદિપુરુષ 2023ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. વાસ્તવમાં અગાઉ આ રેકોર્ડ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી ‘પઠાણ’ના નામે હતો. હવે ‘આદિપુરુષ’ રિલીઝ થતા જ ‘પઠાણ’નો આ રેકોર્ડ તૂટી ગયો છે. જ્યાં પઠાણે પહેલા ત્રણ દિવસમાં 166.75 કરોડની કમાણી કરી હતી, ત્યાં આદિપુરુષે પહેલા ત્રણ દિવસમાં 200 કરોડનો આંકડો પાર કર્યો છે.
ફિલ્મ આદિપુરૂષમાં પ્રભાસ રાજા રાઘવ અને ક્રિતિ સેનન માતા સીતા અને સૈફ અલી ખાન લંકેશના પાત્રમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ આદિપુરૂષ 500 કરોડના મેગા બજેટમાં નિર્માણ પામી છે.
આ ફિલ્મના કેટલાક ખતરનાક ડાયલોગ વાંચો. આ એવા ડાયલોગ છે જે ફિલ્મમાં સાંભળતા જ તમારા કાન ઉભરાઈ જાય છે, હાય !, તમે હનુમાન પાસે શું બોલાવી રહ્યા છો અથવા ઇન્દ્રજીત પાસેથી..
ફિલ્મના એક દ્રશ્યમાં ઈન્દ્રજીત બજરંગની પૂંછડીમાં આગ લગાવીને કહે છે- ‘જાલી ના? અબ ઔર જલેગી. બેચારા જિસકી જલતી હૈ વહી જાનતા હૈ. આના જવાબમાં બજરંગ કહે, ‘કપડે તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, તો જલેગી ભી તેરે બાપ કી’
ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી હોવાનું પણ જણાવ્યુ છે.