પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરૂષ 16 જુનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આ દરમિયાન ગઇકાલે 11 મેએ રવિવારે ‘આદિપુરૂષ’ના એડવાન્સ બુકિંગનો શુભારંભ થઇ ગયો છે. આ સંદર્ભે હવે મોટા સમાચાર સામે આવ્યાં છે. પ્રાપ્ત વિગત અનુસાર, દેશભરના સિનેમાઘરોમાં અત્યાર સુધીમાં લગભગ 50,000 જેટલી ટિકટો વેચાઇ ગઇ છે.
ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ‘આદિપુરૂષ’એડવાન્સ બુકિંગના 1 દિવસની અંદર 1થી 2 કરોડનો વેપાર કરી લીધો છે. પિંકવિલાના અહેવાલ પ્રમાણે, નેશનલ સિનેમા ચેઇન્સ, PVR, Cinepolis અને INOX એ રવિવારે સાંજે 6 વાગ્યા સુધી લગભગ 18,000 જેટલી ટિકિટો વેચી હતી. સપ્તાહના અંત સુધીમાં લગભગ 35,000 ટિકિટો વેચાઇ ગઇ છે.
ફિલ્મની ટિકિટ ખૂબ જ ઝડપથી વેચાઈ રહી છે અને તેનાથી લાગે છે કે મેકર્સની ભલે લોકોએ આલોચના કરી હશે પરંતુ આદિપુરૂષને જોનારની સંખ્યા ઓછી નથી થઈ.
ગઈકાલે રાત્રે 11:30 વાગ્યા સુધી પ્રભાસ સ્ટારરે એકલા હિંદી વર્ઝનથી 1.40 કરોડની કમાણી કરી છે. તેમાં 3D વર્ઝનમાંથી 1.35 કરોડ ગ્રોસ સામેલ છે. જે 36,000થી વધારે ટિકિટોના બરાબર છે.
અમુક સેલિબ્રિટી દ્વારા કરવામાં આવેલા વચન અનુસાર અમુક બલ્ક બુકિંગ થઈ રહી છે. પરંતુ હાલ એ સ્પષ્ટ નથી કે આ સેલિબ્રિટીની ખરીદારી હનુમાન સીટ કે ઓડિયન્સના ઓર્ગેનિક બુકિંદનું રિઝલ્ટ છે. અહીં સુધી સપ્તાહાંતનો સવાલ છે. આદિપુરૂષે ત્રણ સીરિઝમાં 35,000ની ટિકિટ વેચી છે. જોકે 60% બુકિંગ એકલી શરૂઆતી દિવસમાં છે.