scorecardresearch
Premium

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2023 : કૃતિ સેનનને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે સન્માન

National Film Awards ceremony 2023 : કૃતિ સેનનની સાથે આલિયા ભટ્ટને પણ બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો. અલ્લુ અર્જુનને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એ કલાકારોને સન્માનિત કર્યા

Alia Bhatt | National Film Awards
રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. (તસવીરોઃ ડીડી લાઈવ)

69th National Film Awards ceremony 2023 Updates : 69મો નેશનલ ફિલ્મ એવોર્ડસ સમારંભ 17 ઓક્ટોબરના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આલિયા ભટ્ટ પોતાના લગ્નની સાડી પહેરીને પહોંચી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી સન્માન મળ્યા બાદ તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

તમને જણાવી દઈએ કે નેશનલ ફિલ્મ એવોર્ડસ માટે સેલેબ્સના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. આલિયા ભટ્ટની સાથે કૃતિ સેનનને પણ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુનને બેસ્ટ અભિનેતા તરીકે રાષ્ટ્રપતિએ આ સન્માનથી નવાજ્યા હતા. આ દરમિયાન પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યા બાદ વહીદા રહેમાન ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તેમની સાથે કામ કરનારા તમામ સહ-અભિનેતાઓ, ટેકનિશિયનો, દિગ્દર્શકો, સંગીતકારો અને ચાહકોનો આભાર માનતાં તેમણે કહ્યું કે જો તેઓ ન હોત તો કદાચ આજે તેમને આ સન્માન ન મળ્યું હોત.

પંકજ ત્રિપાઠીને બેસ્ટ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર

પંકજ ત્રિપાઠીને મિમી ફિલ્મ માટે બેસ્ટ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અભિનેતા તેની સામાન્ય શૈલીમાં સન્માન સ્વીકારતો જોવા મળ્યો હતો. પંકજના ચાહકો તેની સિદ્ધિ પર ખૂબ જ ખુશ દેખાતા હતા. સોશિયલ મીડિયા પર લોકો પંકજને નેશનલ એવોર્ડ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો – બિગ બોસ 17ના ઘરનો ઇનસાઇડ વીડિયો: યુરોપિયન અંદાજમાં બનાવવામાં આવ્યું ઘર

ઘણો ખુશ છે અલ્લુ અર્જુન

અલ્લુ અર્જુને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતવા પર પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે મને આ એવોર્ડ મળ્યો છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. કોમર્શિયલ ફિલ્મ માટે આ એવોર્ડ મેળવવો મારા માટે બેવડી સિદ્ધિ છે. જેવો તે સમારોહમાં સામેલ થવા આગળ આવ્યો ત્યારે અલ્લુ અર્જુને પુષ્પાના સિગ્નેચર મૂવ કર્યા હતા.

વિજેતાઓની યાદી જુઓ

બેસ્ટ અભિનેતા – અલ્લુ અર્જુન (પુષ્પા)

બેસ્ટ અભિનેત્રી- આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), કૃતિ સેનન (મિમી)

બેસ્ટ સહાયક અભિનેતા- પંકજ ત્રિપાઠી (મિમી)

બેસ્ટ સહાયક અભિનેત્રી- પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)

બેસ્ટ ફીચર ફિલ્મ – રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ

બેસ્ટ લોકપ્રિય ફિલ્મ- RRR

બેસ્ટ ફીચર ફિલ્મ (હિન્દી) – સરદાર ઉધમ

બેસ્ટ ફીચર ફિલ્મ (કન્નડ)- 777 ચાર્લી

બેસ્ટ ફીચર ફિલ્મ (તમિલ) – કદાયસી વિવાસઈ

બેસ્ટ ફિચર ફિલ્મ (તેલુગુ) – ઉપેન્ના

બેસ્ટ ફીચર ફિલ્મ (આસામી) – અનુર

બેસ્ટ ફીચર ફિલ્મ (મલયાલમ)- હોમ

બેસ્ટ કોરિયોગ્રાફી- RRR

બેસ્ટ ગીતો- કોંડાપોલમ

બેસ્ટ કોશ્ચ્યુમ- સરદાર ઉધમ

બેસ્ટ એડિટિંગ- સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી)

બેસ્ટ પટકથા- ગંગુબાઈ કાઠિયાવાડી

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- સરદાર ઉધમ

બેસ્ટ દિગ્દર્શક – નિખિલ મહાજન (ગોદાવરી, મરાઠી ફિલ્મ)

બેસ્ટ સંગીત- પુષ્પા (દેવી શ્રી પ્રસાદ), આરઆરઆર (એમએમ કીરવાણી)

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ- શેરશાહ

Web Title: 69th national film awards ceremony 2023 alia bhatt allu arjun and kriti sanon accept honours jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×