રિતુ શર્માઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ચરમસીમાએ છે. દરેક પક્ષો પોતાના ફાયરબ્રાન્ડ નેતાઓને ચૂંટણી પ્રચારમાં લગાવી દીધા છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાયો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારના ફાયરબ્રાન્ડ નેતા અને વર્તમાન ધારાસભ્ય 46 વર્ષીય ગેનીબેન ઠાકોર પોતાની ચોથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. ઠાકોર સમુદાય માટે રોલ મોડલ ગેનીબહેન ગ્રામીણ ઠાકોર સમુદાયની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગેનીબેન એ ઠાકોર સમુદાયમાંથી આવે છે જે રાજ્યમાં અન્ય લોકોની તુલનામાં માધ્યમિક કક્ષાઓમાં મહિલા ડ્રોપઆઉટ રેશિયો વધારે છે. આ ઉપરાંત તેમણે મોબાઇલ ફોનની મંજૂરી ન આપવા માટે સામુદાયિક સંકલ્પ પણ પસાર કર્યો છે.
2022ની ચૂંટણી તમારા માટે છેલ્લી ત્રણ ચૂંટણી કરતાં કેવી રીતે અલગ છે?
હું સિટિંગ ધારાસભ્ય છું. છેલ્લા પાંચ વર્ષોમાં મેં જેટલા પણ વાયદાઓ કર્યા હતા ભલે તે પાણી હોય, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય દરેકને પુરા કરવામાં સફળ રહી છું. અમારા કામના કારણે જનતા સાથે સારું જોડાણ છે અને એક વિશ્વાસ સ્થાપિત કર્યો છે. આ સાથે જ હું કહી શકું છું કે આ વખતે હું વધારે માર્જીન સાથે જીતીશ.
શું તમારા સમુદાયના મતોના વિભાજનની સંભાવના તમને ચિંતિત કરે છે?
આ ચૂંટણીમાં સામુદાયિક વોટમાં વિભાજન એક પ્રમુખ કારણ હોઈ શકે છે. હું કહું છું કે ભાજપ અને કોંગ્રેસના એક જ જાતિના ઉમેદવારો છે. આવી સ્થિતિમાં વોટનું વિભાજન થઈ જાય છે જોકે આવું ન થવું જોઈએ. હું દરેકને કહું છું કે મતોના વિભાજનથી બચો. સાથે જ ભાજપના ઉમેદવાર (સ્વરૂપજી ઠાકરો)નું કોઈ અસ્તિત્વ નથી. આ માત્ર વોટના ભાગલા પાડવાની ચાલ છે. એટલા માટે હું મતદાતાઓને ભ્રમિત ન થઈને કોંગ્રેસને મત આપવા માટે સચેત કરું છું. હું તેમને યાદ અપાવવા માંગુ છું કે 2012ના પરિણામોનું પુનરાવર્તન ન કરો.
આ વખતે સ્થાનિક મુદ્દા કયા છે?
હું જે સ્થાનિક મુદ્દાઓ ઉપર ભાર આપી રહી છું એ છે ગામને જોડનારા રસ્તાઓ, સિંચાઈ માટે પાણી, સરકાર દ્વારા શિક્ષાની સુવિધાઓ અને શિક્ષાનું ખાનગીકરણ ન કરવું. કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના લોકો ખાનગી સ્કૂલોનો ખર્ચ ઉઠાવી શકતા નથી. હું અહીં સરકારી શિક્ષાની ગુણવત્તામાં સુધારો કરવાની કોશિશ કરી રહી છું. બેરોગારી અહીં એક મોટો મુદ્દો છે. યુવા શિક્ષિત છે પરંતુ બેરોગાર છે.
આ પણ વાંચોઃ- ભાજપનું ‘કોર્પોરેટ-કનેક્શન’, કોંગ્રેસ કરતા મળ્યું 16 ગણું વધારે કોર્પોરેટ ડોનેશન
પશુપાલન અને કૃષિ ઉપર જ ઘર ચાલે છે. ભવિષ્યમાં હું જીઆઈડીસીને પ્રોત્સાહન આપનારા ઉદ્યોગો જેવા કે હીરાની કટિંગ, કઢાઈ કામ વગેરે નાના શહેરો અને વિશેષ રૂપથી મહિલાઓ માટે લાવવા માંગુ છું. જેથી કરીને ઘરમાં બેઠાં જ કમાણી કરી શકે. આ અમારું લક્ષ્ય છે અને હું તેને પુરુ કરીશ.
મહિલા સાક્ષરતા અને સશક્તિકરણ અંગે તમારી કોઈ યોજના છે?
હું પિતાના કારણે રાજનીતિમાં આવી છું. હું 28-29 વર્ષથી રાજનીતિમાં છું. તાલુકા પંચાયતથી શરુ થઈ, પછી જિલ્લા પંચાયત અને હવે વિધાનસભા સુધી પહોંચી છું. આ મારી ચોથી અને કુલ આઠમી વિધાનસભા ચૂંટણી છે. મેં સામાન્ય બેઠક ઉપર પણ ચૂંટણી લડી છે. સામાન્ય રીતે તાલુકા, જિલ્લા પંચાયત અને સ્થાનિક એકમો જેવા નાના પદો માટે પણ ચૂંટણી લડી છે. શિક્ષિત વર્ગને રાજનીતિમાં આવવું જોઇએ અને ચૂંટણી લડવી જોઇએ. હું શિક્ષિત મહિલાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કરીશ.
જો પ્રમુખ પાર્ટીઓ ચૂંટણી નહીં લડવા દે તો મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે? શું આ મહિલા ઉમેદવારોમાં વિશ્વાસની કમી છે?
મારા મામલામાં હું કોંગ્રેસ વિશે ફરિયાદ નહીં કરી શકું. આ મારી ચોથી વિધાનસભા ચૂંટણી છે. પક્ષ એ સીટો માટે મહિલા ઉમેદવારોની પસંદગી કરે છે જ્યાં મહિલાઓ સક્રિય છે. સર્વેક્ષણ રિપોર્ટ, લોકોના પ્રતિનિધિત્વ અને પાર્ટી કાર્યકર્તાઓની ભલામણોના આધારે 2.5-3 લાખ મતદાતાઓવાળા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી લડવી જ્યારે સ્વતંત્ર રૂપથી એક મહિલા માટે ખુબ જ મુશ્કેલ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પ્રશાસનને સ્વતંત્ર રૂપથી સંભાળવા માટે મહિલાઓ જ વિધાનસભા ચૂંટણી લડી શકે છે.
પક્ષો ચૂંટણી પહેલા મહિલાઓ અને યુવાનો માટે મોટા પ્રતિનિધિત્વનો વાયદો કેમ કરે છે?
વિધાનસભા ચૂંટણી યુવાઓ અને મહિલાઓ જેવા કોટા પર નહીં પરંતુ સ્થાનિક લોકોની ભલામણો, જાતિગ સમીકરણો, સર્વેક્ષણ રિપોર્ટ અને પાર્ટીમાં યોગદાનને આધારે લડવામાં આવે છે. એક વિસ્તારમાં લોકો સાથે જોડાણ એક અન્ય મહત્વપૂર્ણ કારણ છે. કારણ એ છે કે મારો પરિવાર જે કોંગ્રેસના કાર્યકર્તા છે અને હંમેશા મને સમર્થન અને પ્રેમ આપ્યો છે. તેમણે મને ક્યારે પણ એ મહેસૂસ થવા દીધું નથી કે હું એક મહિલાના રૂપમાં કંઇ કામ કરવામાં સક્ષમ નથી.
આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી 2022 : બીજા તબક્કામાં 163 ઉમેદવારો ‘ગુનેગાર’ , સૌથી વધુ AAP-કોંગ્રેસના
કોઈપણ ઉમેદવાર તે ભલે ગમે તેટલો શક્તિશાળી હોય જે પણ જાતિનો હોય આટલી મોટી ચૂંટણી પોતાના દમ ઉપર જીતી ન શકે. સમુદાયના નેતાઓના સમર્થન વગર પોતે ચૂંટણી લડી રહ્યા હોય એવું લાગે. માત્ર પોતાના વ્યક્તિગ કરિશ્મા અથવા પોતાની પાર્ટીના જનાદેશના આધારે કોઈપણ ઉમેદવાર પોતાના દમ પર જીતી શકતો નથી.