ગોપાલ કટેશિયાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં કોઈના કોઈ મુદ્દાઓથી નેતાઓ ચર્ચામાં આવતા રહે છે ત્યારે અત્યારે કોંગ્રેસના નેતા અમરીશ ડેર ચર્ચામાં આવયા છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે ગુજરાતના અમરેલી જિલ્લાના પોતાના મત વિસ્તાર રાજુલામાં એક પુલ બનાવવાની આવશ્યક્તાને ધ્યાને લાવવા માટે નદીને તરીને પાર કરી હતી. અમરીશ ડેરનો નદીમાં તરતો વીડિયો બહાર આવ્યો હતો. તેમણે કહ્યું કે રાજુલા તટના કિનારે વિક્ટર પોર્ટથી ચંચ બંદર સુધી તર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર પાસે એક પુલ માટે અનેક વખત કહેવામાં આવ્યું હતું પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું હતું કે “મેં આવું એટલા માટે કહ્યું કારણ કે રાજ્ય સરકાર સમજી શકે કે ત્યાં પૂલની કેટલી તાતી જરૂર છે. હું છેલ્લા ત્રણ વિધાનસભા સત્રથી માત્ર 50 કરોડ રૂપિયાના ખર્ચથી રાજુલાનું સૌથી મોટું ગામ વિક્ટર પોર્ટ અને ચંચ બંદરને જોડવા માટે એક પુલની માંગ કરી રહ્યો છું. જો વિક્ટર પોર્ટ ક્રિક ઉપર 350 મીટરનો પુલ બનાવવામાં આવે છે તો બંને જગ્યાઓ વચ્ચેનું અંતર 25 કિલોમીટર ઓછું થઈ જશે.”
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ઠાકોર ઉમેદવારની ભાજપની પસંદગી અંગે કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
ગરીબ કોળી સમુદાયના ગ્રામીણો માટે 50 કરોડ રૂપિયાનો પુલ કેમ નથી બનાવવામાં આવ્યો આ પ્રશ્ન પૂછવામાં આવતા મણે કહ્યું કે પુલ માટે ધન વહેવા માટે રાજ્ય સરકારને અનુરોધ કરવા છતાં પણ તેમના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે.
અમરીશ ડેરે ભાજપના ગઢમાં મેળવી હતી જીત
2017માં અમરીશ ડેરે ભાજપના હીરા સોલંકીને 12,719 મતોથી હરાવીને રાજુલાથી પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી જીતી હતી. રાજુલા 1997થી ભાજપનો ગઢ રહ્યો છે. અમરીશ ડેરની જીતથી જિલ્લાની બધી પાંચ વિધાનસભા સીટોમાં કોંગ્રેસે જીત સુનિશ્ચિત કરી હતી. હીરા સોલંકી આ વખતે પણ ભાજપના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના ભરત બલદાનિયા પણ મેદાનમાં ઉતર્યા છે.
છ વખત ચૂંટાયા છે રાજુલા નગરપાલિકાના અધ્યક્ષ
છ વખત રાજુલા નગરપાલિકા અધ્યક્ષ રહેવાના કારણે ધારાસભ્ય અમરીસ ડેરનું સ્થાનિક સ્તર ઉપર પ્રભુત્વ છે. તેમણે રહેલીવાર 2000માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કોર્પોરેટના રૂપમાં ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થયા અને 2003 અને 2007માં નગરપાલિકાના અધ્યક્ષ બન્યા. આ વચ્ચે થોડો સમય માટે ભાજપ સાથે પણ હતા. 2007માં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા. અમરીશ ડેરે રાજુલા નાગરિક સહકારી નામની એક સ્થાનિક સહકારી બેન્કની સાથે સાથે રાજુલા કૃષિ ઉપજ બજાર સમિતિના સંચાલકના રૂપમાં પણ કાર્ય કર્યું હતું.
આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી 2022: 69 ટકા ઉમેદવારો ક્લાર્ક બનવાની પણ લાયકાત ધરાવતા નથી, 42 ઉમેદવારો અંગૂઠા છાપ
અમરીશ ડેર ઓબીસી આહિર સમુદાયમાંથી આવે છે જોકે, આ સીટ ઉપર આહિર વોટ શેર વધારે નથી પરંતુ એક અન્ય ઓબીસી સમુહ કોળી સમાજનું સીટ ઉપર સૌથી વધારે પ્રભુત્વ છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેમની જાતીને જોઈને 2017માં વોટ મળ્યા ન્હોતા.