scorecardresearch
Premium

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પહેલા તબક્કામાં 40 સીટો પર પ્રચારમાં CM યોગી, શિવરાજ, હિમંતા સહિત 29 દિગ્ગજ નેતા, 10 દિવસમાં કોઈ કસર નહીં છોડે બીજેપી

Gujarat Assembly Election 2022: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સહિત ભાજપના રાષ્ટ્રીય નેતા શુક્રવારે 40 સીટો ઉપર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા ચરણમાં 89 સીટો ઉપર 1 ડિસેમ્બર 2022ના દિવસે મતદાન થવાનું છે.

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર

Gujarat Assembly Election: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચાર સમાપ્ત થવાના માત્ર 10 દિવસ બચ્યા છે. આવી સ્થિતિમાં સત્તાધારી બીજેપી કોઈ કસર નહીં છોડે. પાર્ટીએ દેશ અને પ્રદેશ સ્તરના તમામ દિગ્ગજ નેતાઓને રાજ્યમાં પ્રચાર અભિયાન પર લગાવી દીધા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સહિત ભાજપના રાષ્ટ્રીય નેતા શુક્રવારે 40 સીટો ઉપર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા ચરણમાં 89 સીટો ઉપર 1 ડિસેમ્બર 2022ના દિવસે મતદાન થવાનું છે.

જેપી નડ્ડા સહિત લગભગ 15 રાષ્ટ્રીય ભાજપ નેતાઓને 40થી વધારે જનસભાઓને સંબોધિત કરી. આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને અનુરાગ ઠાકુર, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, અસમના સીએમ હિંમતા બિસ્વા સરમા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલને પણ ગુજરાતમાં પોતાની પાર્ટીના પ્રાચર માટે બોલાવાયા છે.

નેતાઓ માટે વિસ્તારોની સાવચેતી પૂર્વક પસંદગી

ભાજપના એક વરિષ્ઠ નેતાએ આને કોર્પેટ બોમ્બિગ કહ્યું છે. પ્રચાર માટે નેતાઓ માટે વિસ્તારોની સાવધાનીપૂર્વક પસંદગી તરફ ઇશારો કરતા ભાજપાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું 2012 બાદ આ વખતે અમે રાષ્ટ્રીય નેતાઓને લાવવાની આ રણનીતિ લાગુ કરી છે જેમણે પોતાના રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે.

Web Title: Assembly elections campaigning on 40 seats in the first phase bjp big leaders

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×