scorecardresearch
Premium

ગુજરાતનું એક માત્ર કુબેર ભંડારી મંદિર, જ્યાં ધનતેરસ અને દિવાળી પર ભક્તોનું આવે છે ઘોડાપૂર

Kuber Bhandari Temple: કુબેર ભંડારી મંદિર દેશના પવિત્ર અને પ્રખ્યાત મંદિરોમાં આવે છે. આ પ્રખ્યાત મંદિર ગુજરાતના વડોદરા શહેરમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે.

Vadodara Kuber Bhandari Temple, Karnali Kuber Bhandari Temple,
દર્ભાવતી (ડભોઇ)માં કરનાળી ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી મંદિર (તસવીર : Instagram)

Kuber Bhandari Temple: ભારત એક એવો દેશ છે જ્યાં કરોડોની સંખ્યામાં મંદિરો બનેલા છે, ભારતને મંદિરોનું ઘર પણ કહેવામાં આવે છે. અહીં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી લાખો મંદિરો જોઈ શકાય છે. જેમાં તમે અત્યાર સુધીમાં મા દુર્ગા, ભાગવાન શંકર, વિષ્ણુ ભગવાન, ગણેશ મંદિર, માં લક્ષ્મી અને અનેક દેવી-દેવતાઓના મંદિરો જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કુબેર દેવતાનું મંદિર જોયું છે. જે ભક્તો માટે ખાસ આસ્થાનું કેન્દ્ર બનેલું છે.

માન્યતા છે કે, કુબેર દેવના મંદિરમાં જવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. આ ખાસ દિવસે ભક્તો ભક્તિ સાથે મંદિરમાં જાય છે અને ભગવાન કુબેર દેવને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત જો તમે ભારે દેવામાં ડૂબોલા હોય તો તેમને પણ આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. આવો અમે તમને આ લેખ દ્વારા ગુજરાતના કુબેર દેવના મંદિર વિશે જણાવીએ.

Karnali Kuber Bhandari Mandir (તસવીર: Instagram)
દર્ભાવતી (ડભોઇ)માં કરનાળી ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી મંદિર

કુબેર ભંડારી મંદિર દેશના પવિત્ર અને પ્રખ્યાત મંદિરોમાં આવે છે. આ પ્રખ્યાત મંદિર ગુજરાતના વડોદરા શહેરમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે. તે નર્મદા નદીના કિનારે પણ છે. દંતકથા અનુસાર ભંડારી મંદિર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ધનતેરસના દિવસે શું ખરીદવું અને શું ના ખરીદવું? જાણો તિથિ અને પૂજાનો સમય

E

એવું માનવામાં આવે છે કે જે પણ ધનતેરસ અને દિવાળી પર અહીં દર્શન કરવા આવે છે તેને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. તેથી જ અહીં ધનતેરસ અને દિવાળી પર સૌથી વધુ ભીડ હોય છે. દિવાળીના દિવસે મંદિરને પણ દીવાઓથી શણગારવામાં આવે છે.

અહીં કેવી રીતે પહોંચવું

  • મંદિર વડોદરાથી લગભગ 60 કિમી દૂર છે
  • અહીં પહોંચવા માટે તમે વડોદરાથી ટેક્સી અથવા કેબ લઈ શકો છો.
  • ગુજરાતના લગભગ દરેક શહેરથી વડોદરા સુધી ટ્રેનો દોડે છે.
  • અમદાવાદથી કુબેર ભંડારી મંદિર પહોંચવામાં 3-4 કલાકનો સમય લાગે છે.

Web Title: Visit gujarat only kuber bhandari temple on dhanteras and diwali rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×