scorecardresearch
Premium

વાસ્તુ ટીપ્સ : પર્સમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે આર્થિક નુકશાન, શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) કઈ વસ્તુ ક્યાં રાખવાથી ફાયદો થાય છે તે જણાવે છે, તો જોઈએ પર્સમાં કઈ વાસ્તુ રાખવી જોઈએ અને કઈં વસ્તુ ન રાખવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ (ફાઈલ ફોટો)
વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ (ફાઈલ ફોટો)

Vastu Tips: કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી જોઈએ અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે. આ વાત વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવી છે. આ સાથે તેની સારી અને ખરાબ અસરો વિશે પણ માહિતી આપવામાં આવી છે. બીજી તરફ પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે તેવું માનવામાં આવે છે, તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૈસાની સાથે પર્સમાં ઘણી બધી વસ્તુઓ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જે કોઈ કામની નથી એટલે કે નકામી વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઈએ.

પર્સમાં ક્યારેય કાપેલી-ફાટેલી નોટો ન રાખો

કાપેલી કે ફાટેલી નોટ ક્યારેય પર્સમાં ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ આવક પર અસર કરે છે. પર્સ હંમેશા સાફ રાખવું જોઈએ.

પર્સમાં મા લક્ષ્મીનો ફોટો રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં પૈસા રાખવામાં આવે છે, તેથી પર્સમાં ધનની દેવી લક્ષ્મીનો ફોટો રાખો અને તેને બદલતા રહો. શ્રીયંત્ર પણ પર્સમાં રાખો. એવું માનવામાં આવે છે કે, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જુના બિલ ન રાખવા જોઈએ

પર્સમાં જૂનું બિલ ન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર આ વસ્તુઓને પર્સમાં રાખવી અશુભ છે. એવું માનવામાં આવે છે કે, તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને પર્સમાં પૈસા રોકાતા નથી.

આવી તસવીર પર્સમાં ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં ક્યારેય પણ મૃત વ્યક્તિની તસવીર ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ તસવીરો રાખવાથી તમે ઋણી બની શકો છો.

આ પણ વાંચોગરૂડ પુરાણ : આ ચાર વસ્તુઓ માણસના પતનનું કારણ બની શકે છે, જાણો ગરુડ પુરાણમાં શું કહ્યું છે

અક્ષતને પર્સમાં રાખવું શુભ છે

પર્સમાં થોડું અક્ષત (ચોખા) રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અને માન્યતા અનુસાર પર્સમાં રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો, નોટ અને સિક્કા પણ એક સાથે ન રાખવા જોઈએ.

Web Title: Vastu tips this item in purse can financial loss what does vastu shastra

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×