scorecardresearch
Premium

વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ : જો તમે સમૃદ્ધ અને સુખી જીવન ઈચ્છતા હોવ તો આ વસ્તુને ઘરની ઉત્તર દિશામાં રાખો

Vastu Tips For Home: વાસ્તુને જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે મહત્વનું માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) અનુસાર ઉત્તર દિશા (north direction) માં કુબેર ભગવાન (Kuber Bhagvan) અને ભગવાન શિવ (God Shiva) રહે છે, જેથી આ વસતુ રાખવામાં આવે તો કુબેર ભગવાનની કૃપા તમારા પર હંમેશા રહે છે.

આપણા જીવનમાં વાસ્તુનું વિશેષ મહત્વ (ફોટો - જનસત્તા)
આપણા જીવનમાં વાસ્તુનું વિશેષ મહત્વ (ફોટો – જનસત્તા)

Vastu Tips For Home: આપણા જીવનમાં વાસ્તુનું વિશેષ મહત્વ છે. જો આપણું ઘર અથવા કાર્યસ્થળ વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો, વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઘરની દરેક દિશાનું વિશેષ મહત્વ હોય છે. મતલબ કે દરેક વસ્તુ આ દિશામાં રાખવી જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી પિતૃદોષ થઈ શકે છે. અને અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, ઘરની ઉત્તર દિશામાં શું રાખવું જોઈએ. જેના કારણે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે. તેમજ વાસ્તુ દેવતાને પણ પ્રસન્ન કરી શકાય છે. આવો જાણીએ કઈ વસ્તુ ઉત્તર દિશામાં રાખવી જોઈએ…

ઉત્તર દિશા વિશે જાણો

નવગ્રહ મંડળ અને વાસ્તુ પુરૂષમાં ઉત્તર દિશાને મહત્વની માનવામાં આવે છે. કારણ કે આ દિશામાંથી મેગ્નેટિક બેબ્સ નીકળે છે. તેમજ તેના બે ધ્રુવ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. ઉત્તર ધ્રુવ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રથમ, ભારત ઉત્તર દિશામાં હિમાલય છે અને ભગવાન શિવ અને ભગવાન કુબેર હિમાલય પર રહે છે. કુબેર ધનના દેવતા છે. ભગવાન કુબેર જ વ્યક્તિને ધનવાન બનાવે છે. કારણ કે કુબેર વ્યક્તિને સ્થાયી સંપત્તિ આપે છે. બીજી તરફ વાસ્તુ અનુસાર કુબેર દેવતાને ઉત્તર દિશાનો અધિપતિ માનવામાં આવે છે. પરંતુ જો ઉત્તર દિશામાં થોડુ વિઘ્ન હોય તો કુબેર દેવતા તમારા ઘરમાં વાસ નહીં કરે. તેની સાથે ઉત્તર દિશાનો સ્વામી બુધ ગ્રહ પણ છે.

આ બાબતોનું ધ્યાન રાખો

જો તમારા ઘરની ઉત્તર દિશામાં બાથરૂમ હોય તો કુબેર દેવતા તમારા ઘરમાં વાસ નહીં કરે. જો ઉત્તર દિશા બંધ હોય તો પણ કુબેર દેવતા ગુસ્સે થઈ શકે છે. બીજી તરફ જો ભારે ફર્નિચર ઉત્તર દિશામાં રાખવામાં આવે તો કુબેર દેવતાની કૃપા પણ નથી મળતી.

આ પણ વાંચો
મેષ રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023
મિથુન રાશિ વાર્ષિક રાશિફળ – 2023કર્ક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
સિંહ રાશિ વાર્ષિક રાશિફળ – 2023કન્યા રાશિ વાર્ષિક રાશિફળ – 2023
તુલા રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
ધન રાશિ વાર્ષિક રાશિફળ – 2023મકર રાશિ વાર્ષિક રાશિફળ – 2023
કુભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023મીન રાશિ વાર્ષિક રાશિફળ – 2023

આ એક વસ્તુ ઉત્તર દિશામાં રાખો

વાસ્તુ અનુસાર ઉત્તર દિશા હંમેશા ખાલી અને સ્વચ્છ રાખો. આ સાથે પારદ શિવલિંગને ઉત્તર દિશામાં લગાવો. જે તમને ધનવાન બનાવી શકે છે. કારણ કે પારદ ધાતુ કુબેર દેવતાને વિશેષ પ્રિય છે. આ સાથે, પારો ધાતુ પણ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. પરંતુ ધ્યાન રાખો કે, પારદ શિવલિંગ 1/2 ઈંચથી વધુ ન હોવું જોઈએ.

Web Title: Vastu tips prosperous and happy life this item north direction of house

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×