scorecardresearch
Premium

Broom Vastu Tips: સાવરણી ઘરમાં આ દિશામાં રાખવાથી દરિદ્રતા આવશે, દેવી લક્ષ્મી નારાજ થશે, જાણો વાસ્તુ મુજબ સાચી રીત

Vastu Tips For Broom Keep In Home: વાસ્તુશાસ્ત્ર મુજબ જો સાવરણી સાચી દિશામાં મુકવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, પરંતુ તેને ખોટી દિશામાં મુકવાથી જીવનમાં પરેશાની અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Broom Vastu Tips | Broom | Vastu Tips | Vastu tips for broom placemen
Vastu Tips For Broom Keep In Home: વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણી યોગ્ય દિશા અને સ્થાન પર રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

Vastu Tips For Broom Keep In Home: સનાતન ધર્મમાં સાવરણીને માત્ર સાફ સફાઈની વસ્તુ જ નથી માનવામાં આવતી, પરંતુ ધનની દેવી લક્ષ્મી સાથે પણ તેનો સંબંધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા હોય ત્યાં પર્યાવરણ શુદ્ધ રહે છે અને દેવી લક્ષ્મી ત્યાં નિવાસ કરે છે. આ જ કારણ છે કે સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે. તેથી જ હિન્દુ ધર્મના લોકો તેને ખૂબ જ આદર સાથે ઘરમાં રાખે છે.

એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં સાવરણી યોગ્ય દિશા અને સ્થાન પર રાખવામાં આવે છે, ત્યાં દરિદ્રતા નથી રહેતી અને સુખ-સમૃદ્ધિ આવે છે. બીજી તરફ જો સાવરણી ખોટી દિશામાં મુકવામાં આવે તો તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઇ શકે છે. સાથે જ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી રાખવાની સાચી અને ખોટી દિશા શું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આવો જાણીએ કે ઝાડુ કઈ દિશામાં રાખવી શુભ છે અને ક્યાં મૂકવાનું ટાળવું જોઈએ.

સાવરણી ઘરની કઈ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે?

વાસ્તુ શાસ્ત્ર મુજબ સાવરણી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં મૂકવામાં આવેલી સાવરણી ઘણા પ્રકારની મુશ્કેલી દૂર કરવામાં મદદ કરે છે. સાવરણીને આ દિશામાં રાખવાની જગ્યા ન હોય તો તમે સાવરણીને પણ પશ્ચિમ દિશામાં રાખી શકો છો, તેને પણ શુભ માનવામાં આવે છે.

સાવરણી કઈ દિશામાં ન મૂકવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશા અને દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે અને પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તેનાથી માનસિક તણાવ અને વાસ્તુ દોષ પણ વધી શકે છે. તેથી સાવરણીને ભૂલથી પણ આ દિશામાં ન રાખો.

અહીં પણ સાવરણી મૂકવાનું ટાળો

વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમ, પૂજા ઘર કે સ્ટોર રૂમમાં સાવરણીથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સ્થળોએ સાવરણી રાખવાથી ઘરની સકારાત્મક ઉર્જા પર અસર પડે છે. સાથે જ ધ્યાન રાખો કે સાવરણીને ક્યારેય લાત માતવી કે ઓળંગવી જોઈએ નહીં. ઉપરાંત જ્યાં બધાની નજર પડે તેવી જગ્યા પર પણ સાવરણી રાખવી જોઇએ નહીં.

Web Title: Vastu tips for broom right direction to keep in home as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×