scorecardresearch
Premium

Surya Grahan 2024 : વર્ષનું સૌથી લાંબું સૂર્યગ્રહણ, દુનિયાના આ દેશોમાં જોવા મળ્યું

Total Solar Eclipse 2024 : વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ સ્થિતિમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે

Surya Grahan 2024, Total Solar Eclipse 2024
Total Solar Eclipse 2024 : વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઘણા દેશોમાં જોવા મળી રહ્યું છે (તસવીર – નાસા)

Total Solar Eclipse 2024 : વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઘણા દેશોમાં જોવા મળી રહ્યું છે. આ ખાસ ખગોળીય ઘટનાને જોવા માટે દુનિયાભરના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. 50 વર્ષ બાદ સૂર્યગ્રહણ થયું છે, જે સૌથી લાંબુ છે. તેનો સંપૂર્ણ સમયગાળો લગભગ 5 કલાક અને 245 મિનિટનો હશે. જેમાંથી લગભગ સાત મિનિટનો સમય હશે જેમાં પૂર્ણ સૂર્યગ્રહણ થશે અને ધરતી પર અંધકાર છવાઇ જશે.

શા માટે થાય છે સૂર્ય ગ્રહણ?

ધાર્મિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો રાહુ અને કેતુના કારણે સૂર્ય ગ્રહણ થાય છે. તેઓ સૂર્યનું પોતાનો ગ્રાસ બનાવી લે છે, જેના કારણે સૂર્યગ્રહણ થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો આ એક ખગોળીય ઘટના છે. આ સ્થિતિમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. આવી સ્થિતિમાં સૂર્યનો પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી સુધી પહોંચતો નથી અને ચંદ્રનો પૂર્ણ પડછાયો પૃથ્વી પર પડે છે, જેના કારણે અંધકાર છવાઈ જાય છે. આ રીતે થાય છે સૂર્ય ગ્રહણ .

શું સંપૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યું કે નહીં?

જણાવી દઈએ કે વર્ષનું પહેલું અને સૌથી લાંબુ સૂર્યગ્રહણ ભારતમાં રાત્રે થયું છે. તેથી તે ભારતમાં જોવા મળશે નહીં.

આ પણ વાંચો – સૂર્ય ગ્રહણ રાશિફળ : મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવું રહેશે સૂર્ય ગ્રહણ?

કયા કયા સ્થળે જોવા મળ્યું સૂર્યગ્રહણ?

જણાવી દઈએ કે સૌથી સ્વચ્છ સૂર્યગ્રહણ અમેરિકામાં દેખાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં અહીં થોડી મિનિટો માટે અંધકાર છવાઇ ગયો છે. આ સિવાય પશ્ચિમ યુરોપ પેસેફિક,, એટલાન્ટિક, આર્કટિક, મેક્સિકો, કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, ઈંગ્લેન્ડનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર અને આયર્લેન્ડ વગેરે દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું છે.

સૂર્યગ્રહણ સુતક કાળ માન્ય રહેશે કે નહીં?

હિંદુ ધર્મ અનુસાર ગ્રહણના થોડા સમય પહેલા સુતક કાળ શરૂ થાય છે, જે અંત સાથે સમાપ્ત થાય છે. આ સમય દરમિયાન શુભ કાર્યો સાથે ભોજન કરવાની પણ મનાઈ છે. જ્યાં સૂતક કાળ ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલા શરૂ થાય છે અને સૂર્ય ગ્રહણ 12 કલાક પહેલા શરૂ થાય છે. આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. પરંતુ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી સુતક કાળ પણ માન્ય રહેશે નહીં.

Web Title: Surya grahan 2024 live updates total solar eclipse has begun ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×