scorecardresearch
Premium

Surya Grahan 2024 Date And Time : વર્ષનું બીજુ સૂર્યગ્રહણ ક્યારે જોવા મળશે? જાણો ભારતમાં દેખાશે કે નહીં

Surya Grahan 2024 Date And Time : સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું ધાર્મિક અને ખગોળીય મહત્વ ઘણું છે. હિંદુ ધર્મમાં ગ્રહણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ સમય દરમિયાન દરેક પ્રકારના માંગલિક, શુભ કાર્યો કરવાની મનાઈ છે

surya grahan 2024, surya grahan 2024, Surya Grahan (Solar Eclipse) 2024 Date and Time
આ વર્ષે બે સૂર્યગ્રહણ થઈ રહ્યા છે, જેમાંથી પ્રથમ 8 એપ્રિલના રોજ થયું છે. આ સાથે જ બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં પડવાનું છે (Image Source: NASA)

Surya Grahan (Solar Eclipse) 2024 Date and Time in India : સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું ધાર્મિક અને ખગોળીય મહત્વ ઘણું છે. હિંદુ ધર્મમાં ગ્રહણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ સમય દરમિયાન દરેક પ્રકારના માંગલિક, શુભ કાર્યો કરવાની મનાઈ છે. આ સાથે જ મંદિરોના દરવાજા બંધ થઈ જાય છે. આ સિવાય 12 રાશિઓના જીવન પર કોઇને કોઇ રીતે ચોક્કસ અસર થાય છે.

જણાવી દઈએ કે આ વર્ષે બે સૂર્યગ્રહણ થઈ રહ્યા છે, જેમાંથી પ્રથમ 8 એપ્રિલના રોજ થયું છે. આ સાથે જ બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં પડવાનું છે. આવો જાણીએ કે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે. આ સાથે જાણો કે તે ભારતમાં જોવા મળશે કે નહીં અને સુતક કાળનો સમય શું રહેશે.

વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે?

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ થવા જઈ રહ્યું છે. ભારતીય સમય પ્રમાણે વર્ષનું બીજુ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ રાત્રે 9:13 વાગ્યે શરૂ થશે, જે સવારે 3:17 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં સૂર્ય ગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક અને 4 મિનિટનો રહેશે.

આ વલયાકાર સૂર્યગ્રહણ હશે. આવી સ્થિતિમાં ચંદ્ર સૂર્યને લગભગ 93 ટકા સુધી ઢાંકી લેશે. આ સ્થિતિમાં 7 મિનિટ અને 25 મિનિટ સુધી રિંગ ઓફ ફાયર દેખાશે.

આ પણ વાંચો – શુક્ર ગોચર : 15 દિવસ પછી આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, થશે આર્થિક લાભ, મળશે સફળતા

આ સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?

2 ઓક્ટોબરે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે તે રાત્રિ દરમિયાન થઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગો ઉપરાંત આર્કટિક, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરુ, ફિજી, ચિલી, પેરુ, હોનોલુલુ, બ્યુનો આયર્સ, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાંથી દેખાશે.

શું સુતક કાળ ભારતમાં માન્ય રહેશે કે નહીં

વર્ષનું બીજું સૂર્યગ્રહણ રાત્રે થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતમાં સુતક કાળ માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ શરૂ થવાના લગભગ 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે, જે ગ્રહણ સમાપ્ત થવાની સાથે સમાપ્ત થાય છે.

સૂર્ય ગ્રહણ 2024 કેવી રીતે જોવું?

વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સ્થિતિમાં તમે તેનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ માટે નાસા સહિત તમામ સ્પેસ એજન્સીઓ લાઈવ સ્ટ્રીમિંગ પણ કરશે.

Web Title: Surya grahan 2024 date and time in india 2 october 2024 solar eclipse 2024 date ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×