scorecardresearch
Premium

Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર બની રહ્યો છે સિદ્ધ અને શિવ યોગનો સંયોગ, જાણો દાન-સ્નાનનું શુભ મુહૂર્ત અને મહત્વ

Somvati Amavasya 2024 : હિંદુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાન આપવાનું વિશેષ મહત્વ છે

Somvati Amavasya 2024, Somvati Amavasya
Somvati Amavasya 2024 : હિંદુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે

Somvati Amavasya 2024 Puja Vidhi Shubh Muhurat : હિંદુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે આ તિથિ પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે આમ કરવાથી વ્યક્તિને પૈતૃક દોષોથી પણ મુક્તિ મળે છે. અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનાની અમાસની.

પંચાગ અનુસાર આ વખતે શ્રાવણ અમાસ 2 સપ્ટેમ્બર 2024ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સોમવાર હોવાના કારણે તેને સોમવતી અમાસ પણ કહેવાશે. આવો જાણીએ તિથિ અને દાન-સ્નાન માટે શુભ મુહૂર્ત.

સોમવતી અમાસ તિથિ 2024

શ્રાવણ મહિનાની અમાસ તિથિની શરૂઆત : 2 સપ્ટેમ્બર 2024, સવારે 5 વાગ્યાને 20 મિનિટથી

શ્રાવણ મહિનાની અમાસ તિથિ પૂર્ણ: 3 સપ્ટેમ્બર 2024, સવારે 7 વાગ્યાને 25 મિનિટથી

દાન અને સ્નાન શુભ મુહૂર્ત

જ્યોતિષ પંચાગ પ્રમાણે શ્રાવણ અમાસનું મુહૂર્ત 2 સપ્ટેમ્બરે સવારે 05:22 વાગ્યાથી 3 સપ્ટેમ્બરે સવારે 07:25 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન તમે દાન અને સ્નાન કરી શકો છો.

આ પણ વાંચો – સોમવતી અમાસ પર કરો આ ઉપાયો, શિવ કૃપાથી પૂરી થશે મનોકામના, પિત્ર દોષ માંથી મુક્તિ

બની રહ્યા છે આ શુભ યોગ

વૈદિક પંચાગ મુજબ આ વખતે સોમવતી અમાસ પર બે ખાસ યોગ બની રહ્યા છે. એક શિવ યોગ અને બીજો સિદ્ધિ યોગ. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગોનું વિશેષ મહત્વ છે. આ યોગમાં પૂજાનું ડબલ ફળ પ્રાપ્ત થાય છે.

સોમવતી અમાસનું મહત્વ

સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. તેમજ આ દિવસે તર્પણ, દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં આ દિવસ કાલ સર્પ દોષથી છુટકારો મેળવવા માટે પણ ખાસ છે. સોમવતી અમાવના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ.

સોમવતી અમાસના દિવસે વિવાહિત મહિલાઓ પોતાના પતિના દીર્ધાયુષ્ય માટે ભોલેનાથની પૂજા કરે છે. તેમજ આ દિવસે પીપળાની પૂજા કરી જળ ચઢાવો. આમ કરવાથી તમને ત્રિદેવોના આશીર્વાદ મળશે.

Web Title: Somvati amavasya 2024 date tithi time shubh muhurat and puja vidhi and importance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×