scorecardresearch
Premium

500 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર બનશે ચતુર્ગ્રહી યોગ, આ 3 રાશિના શરૂ થશે સારા દિવસો, દરેક કાર્યમાં મળશે સફળતા

Solar Eclipse 2024 Rashifal And Chaturgrahi Yog In Meen Rashi : વૈદિક જ્યોતિષ મુજબ સૂર્ય ગ્રહણ પર એક રાશિમાં ચાર ગ્રહનો યોગ બની રહ્યો છે. આ ચતુર્ગ્રહી યોગથી 3 રાશિના લોકોની કિસ્મત ચમકશે, ધન – સંપત્તિની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

surya grahan 2024 | solar eclipse 2024 | solar eclipse date time | solar eclipse zodiac impact | grahan 2024 rashifal
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની દરેક રાશિ પર અલગ અલગ અસર થાય છે. (Photo – Freepik)

Solar Eclipse 2024 Rashifal And Chaturgrahi Yog In Meen Rashi : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થવા જઈ રહ્યું છે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. આ દિવસે મીન રાશિમાં ગ્રહોનો રાજા સૂર્ય, બુદ્ધિ અને વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધન આપનાર શુક્ર મીન રાશિમાં રહેશે. જેના કારણે મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ સંયોગ લગભગ 500 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. જેના કારણે અમુક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. વળી, આ રાશિઓની સંપત્તિમાં પણ ઘણો વધારો થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ

મેષ રાશિ (Aries Zodiac)

સૂર્યગ્રહણ પર બનવા જઈ રહેલા ચાર ગ્રહનો યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમને સમયાંતરે આકસ્મિક નાણાં મળશે તેમજ આગામી સમયમાં તમને શિક્ષણ સ્પર્ધાની દિશામાં સફળતા મળશે. બીજી તરફ જે લોકો બિઝનેસમેન છે તેમને આ સમયે સારા પૈસા મળી શકે છે. તેમજ બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે. સાથે જ નોકરીયાત લોકોને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. સાથે જ તમને તમારા પિતાનો સહયોગ મળશે.

total solar eclipse, Surya Grahan 2024, total solar eclipse 2024, total solar eclipse 2024 date
સૂર્ય ગ્રહણ 2024 ફાઇલ તસવીર – photo – freepik

સિંહ રાશિ (Leo Zodiac)

સૂર્યગ્રહણ પર બનેલા 4 ગ્રહોનો યોગ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમારી દૈનિક આવકમાં વધારો થશે. સાથે જ આ સમયે તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે. તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમારા કાર્ય ક્ષેત્રમાં તમને સન્માન મળશે. તમારા કામની પ્રશંસા થશે અને ક્યાંકથી આ દરમિયાન તમારા અટકેલા પૈસા પરત મળી શકે છે. વળી, આ સમયે તમે કોઈ પ્રોપર્ટી અને વાહન ખરીદવાનું મન બનાવી શકો છો. સાથે જ તમારી પૈતૃક સંપત્તિનો પણ ફાયદો મળી શકે છે.

આ પણ વાંચો | 2024ની પ્રથમ સોમવતી અમાસ પર સૂર્ય ગ્રહણનો યોગ, આ ઉપાયથી થશે ધન – સંપત્તિ અને સંતાન પ્રાપ્તિ

ધનુ રાશિ (Dhanu Zodiac)

સૂર્યગ્રહણ ના દિવસે ચાર ગ્રહોનો યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે. તમારી આવકના નવા સ્ત્રોત પણ ખુલશે. તમને બિઝનેસમાં ફાયદો પણ થશે અને તમારી યોજનાઓ સફળ થશે. આ સમયે સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સાથે જ નવા લોકો સાથે સંબંધ બનાવશો. જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે.

Web Title: Solar eclipse 2024 rashifal four grah yog chaturgrahi yog meen rashi surya grahan 2024 zodiac effect as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×