scorecardresearch
Premium

Surya Grahan 2023: શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે થશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, આ 3 રાશિ પર થશે પિતૃ કૃપા, ધન પ્રાપ્તિના પ્રબળ યોગ

Solar Eclipse 2023 Effects On Rashi : વર્ષ 2023ના પિતૃ પક્ષના છેલ્લા દિવસે ચાલુ વર્ષનું બીજું સૂર્યગ્રહણ થશે, જેનાથી અમુક રાશિઓનું નસીબ ચમકશે. તેમની ધનની વૃદ્ધિ સાથે સાથે સમાજમાં માન-સન્માન વધશે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થશે

Surya Grahan 2023 | Solar Eclipse 2023 | Solar Eclipse 2023 Effects On Rashi | Eclipse 2023 | Surya Grahan 2023 Effects On Rashi | Surya Grahan Zodiac | Surya Grahan Rashifal | Surya Grahan Jyotish tips | Surya Grahan In pitru paksha 2023
સૂર્ય ગ્રહણની વિવિધ રાશિઓ ઉંડી અસર થાય છે. (Photo : Canva)

Pitru Paksha Solar Eclipse 2023 Effects On Rashi : હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષની સાથે સાથે સાથે સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષ સર્વપિત્રી અમાવસ્યા સાથે સમાપ્ત થઈ રહ્યો છે. વર્ષનો આ દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થશે. તમને જણાવી દઈએ કે તે 14 ઓક્ટોબર 2023ના રોજ સર્વપિત્રી અમાવસ્યા થશે અને તે દિવસ સૂર્યગ્રહણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણથી ઘણી રાશિઓને વિશેષ લાભ થઇ શકે છે. ખાસ કરીને આ ત્રણ રાશિઓને પિતૃઓ દ્વારા ખુશ જ આશીર્વાદ મળશે. પિતૃ કૃપાથી ધનમાં વૃદ્ધિની સાથે સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. જાણો કઈ રાશિ માટે સૂર્યગ્રહણનો દિવસ ફાયદાકારક રહેશે.

સૂર્ય ગ્રહણ 2023 કઇ તારીખે થશે? (Surya Grahan 2023 Date)

વર્ષ 2023નું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 08:34 કલાકે શરૂ થશે અને મધ્યરાત્રિ 02:25 સુધી ચાલશે.

સૂર્ય ગ્રહણથી આ 3 રાશિના જાતકોને ફાયદો થશે (Surya Grahan 2023 Effedts On Zodiacs)

મિથુન રાશિ (Mithun Rashi)

મિથુન રાશિના જાતકોને સૂર્યદેવના વિશેષ આશીર્વાદ મળી શકે છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં સફળતા મળવાના ચાન્સ વધારે છે. તેમના પૂર્વજોના આશીર્વાદથી, નોકરીયાત લોકોને તેમની મહેનતનું ફળ મળશે. તેમજ તમારા કામની પ્રશંસા થશે અને તેની સાથે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.

સિંહ રાશિ (Leo Rashi)

સૂર્ય ગ્રહણ સિંહ રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવી શકે છે. સૂર્યગ્રહણથી આ રાશિના લોકોને આર્થિક લાભની સાથે સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વૈવાહિક જીવનમાં ખુશીની સાથે લવ લાઈફ પણ સારી બનતી જશે. વેપાર-ધંધામાં સતત વૃદ્ધિ સાથે રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તુલા રાશિ (Tula Rashi)

તુલા રાશિના લોકોને પણ તેમના પૂર્વજોનો ખૂબ જ આશીર્વાદ મળશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. તુલા રાશિના લોકોને ધનની વૃદ્ધિ સાથે સુખ-સમૃદ્ધિ પ્રાપ્તિ થશે. નોકરીયાત લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. વ્યાપારીઓને વિશેષ લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.

આ પણ વાંચો | વ્યક્તિએ ભવિષ્ય જાણવું જોઇએ, ભવિષ્યવાણીથી જીવન પર શું અસર થાય છે? સદગુરુ જગ્ગી વાસુદેવનું જ્યોતિષ વિશે શું માનવું છે? જાણો

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમો પર આધારિત છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Web Title: Solar eclipse 2023 surya grahan on sarva pitru paksha 2023 zodiac effects jyotish as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×