Shravan mass today live darshan : હિન્દુ ધર્મમાં અધિક મહિનાનું અનોખું મહત્વ છે. અધિક મહિનો શરૂ થઈ ગયો છે. આ વખતે અધિક શ્રાવણ માસ અને શ્રાવણમાં એમ બે મહિના ભગવાન ભાળાનાથની પૂજા અર્ચના કરવા માટે મળશે. ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. અધિક મહિનામાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તો પોતાના દુઃખ દૂર કરે છે.
અધિક મહિનામાં મહાદેવના દર્શન કરવા અનોખું મહત્વ છે. ભારતમાં મહાદેવના અનેક મંદિરો છે. પરંતુ અમે તમને ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરાવીશું. વીડિયોમાં તમે સોમનાથદાદાના લાઈવ દર્શન કરી શકશો.
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.