scorecardresearch
Premium

Shravan 2025: શ્રાવણ સોમવારે શિવજીની પૂજા કરવાની સરળ વિધિ, પ્રસાદમાં આ ચીજ ધરાવો ભોળનાથ પ્રસન્ન થશે

Shravan 2025 Shivling Puja Vidhi In Gujarati : શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શંકરની પૂજા વિધિ કરવાથી શુભફળ મળે છે. ભોળાનાથની પૂજા વિધિ કરવાના ચોક્કસ નિયમ છે. અહીં શિવલિંગ પર અભિષેક કરવાની સામગ્રીથી લઇ પ્રસાદની સંપૂર્ણ જાણકારી આપી છે.

Shravan somwar shiv puja vidhi | Shravan 2025 | Shravan shivling puja vidhi
Shravan Somwar Shiv Puja Vidhi : શ્રાવણ માસમાં સોમવારા શંકર ભગવાની પૂજા કરવાથી શુભફળ મળે છે. (Photo: Social Media)

Shravan Somwar Shiv Puja Vidhi In Gujarati : શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે. આ સમય દરમિયાન ભોળાનાથની પૂજા કરવાથી ભક્તોની ઘણી મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ વર્ષે શ્રાવણ માસમાં ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે શંકરજીની પૂજા કરવાથી અનેકગણું વધારે ફળ મળી શકે છે. અહીં શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કરવાની વિધિ, મંત્ર અને સામગ્રી વિશે વિગત આપી છે.

શ્રાવણ માસમાં ખાસ રાજયોગનો સંયોગ

આ વર્ષે શ્રાવણ માસની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ મુજબ અનેક રાજયોગ બની રહ્યા છે. તમને જણાવી દઇયે, ગુરુ આદિત્ય, માલવ્ય રાજયોગ, ધન શક્તિ, વિપરિત રાજયોગ, કેન્દ્ર રાજયોગ, દ્વિદ્વાદશ જેવા રાજયોગ બની રહ્યા છે. આ શુભ યોગોમાં શિવની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થશે.

Shravan Maas 2025 : શ્રાવણ માસ 2025 ક્યારે શું થાય છે?

વર્ષ 2025માં શ્રાવણ માસ 25 જુલાઇ, શુક્રવારથી શરૂ થઇ રહ્યો છે. શ્રાવણ માસના એક દિવસ પહેલા દિવાસો તહેવાર ઉજવાય છે. તેને હરિયાળી અમાસ પણ કહેવાય છે. હરિયાળી અમાસ પર પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવાનું વિશેષ મહાત્મય છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ 23 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થાય છે. આમ આ વખત પુરા 30 દિવસનો શ્રાવણ માસ છે. શ્રાવણ માસમાં ઘણા ધાર્મિક તહેવારો આવે છે. રક્ષાબંધન, સાતમ આઠમ જન્માષ્ટમી ક્યારે છે તે જાણવા અહીં ક્લિક કરો

શ્રાવણ સોમવાર પૂજા માટે સામગ્રી

શ્રાવણ સોમવાર પર શિવલિંગ પર અભિષેક અને પૂજા માટે અમુક સામગ્રીની જરૂર પડે છે. અભિષેક કરવા માટે તાંબા કે પિત્તળનો કળશ, ચોખ્ખું પાણી, દૂધ, ગંગાજળ, ઘી, મધ, બીલીપત્ર, ચંદન, ભસ્મ, ધતુરાના ફુલ, આંકડાના ફુલ, અક્ષત ચોખા, સફેદ રંગનો પ્રસાદ, ફળ, દીવો પ્રગટાવવા ઘી

Shravan Shiv Puja Vidhi : શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી?

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા વિધિ કરવાના ચોક્કસ નિયમ છે. આ દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠ્યા બાદ દૈનિક ક્રિયા પતાવી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

  • શિવલિંગ પર તાંબા કે પિત્તળના કળશમાં ચોખ્ખું પાણી ભરી અભિષેક કરો
  • શિવલિંગ પર અભિષેક કરતી વખતે પાણીમાં દૂધ અને ગંગાજળ ઉમેરવું જોઇએ
  • શિવલિંગ પર ઘી અને મધ વડે પણ અભિષેક કરી શકાય છે
  • હવે ભગવાન શંકરને ચંદનનું તિલક લગાવો
  • ત્યાર બાદ મહાદેવને ભસ્મ, અક્ષત ચોખા, ઘી અર્પણ કરો
  • શિવલિંગ પર બીલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલ અર્પણ કરો, આ ત્રણેય વસ્તુ ભગવાન શંકરને પ્રિય છે
  • મહાદેવને ફુલ અર્પણ કરો
  • શંકર ભગવાનને દૂધ માંથી બનેલી સફેદ ચીજનો ભોગ પ્રિય છે, આથી પ્રસાદમાં દૂધના સફેદ પેંડા, ખીરનો ભોગ લગાવો
  • મહાદેવના પંચાક્ષર મંત્ર કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો
  • છેલ્લે ઘીનો દીવો પ્રગટાવી શંકર ભગવાનની આરતી કરો
  • ભગવાન શંકરને પૂજા વિધિ દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલોની માફ માંગો

Shravan Mantra : ભગવાન શંકરના ક્યા મંત્રનો જાપ કરો

ભગવાન શંકરના 2 ચમત્કારી મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે. શ્રાવણ માસમાં પંચાક્ષર મંત્રી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે.

પંચાક્ષર મંત્ર

ૐ નમઃ શિવાય

મહામૃત્યુંજય મંત્ર જાપ

ઓમ ત્ર્યંબકમ યજામ્હે સુગાંધિમ પુષ્ટિવર્ધનમ્
ઉર્વરુકામિવ બંધનમૃતૂરમુખિયા મમ્રુત’

Shravan Somwar 2025 Date : શ્રાવણ સોમવાર 2025 તારીખ

શ્રાવણ સોમવારના વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે. સોમવાર ભગવાન શંકરનો દિવસ હોય છે. આથી શ્રાવણ સોમવારનો ઉપવાસ કરવાથી પુણ્યફળ મળે છે. વર્ષ 2025માં શ્રાવણ સોમવાર કઇ તારીખ છે તેની વિગત આવી છે.

પ્રથમ શ્રાવણ સોમવાર : 28 જુલાઇ, 2025
બીજો શ્રાવણ સોમવાર : 4 ઓગસ્ટ, 2025
ત્રીજો શ્રાવણ સોમવાર : 11 ઓગસ્ટ, 2025
ચોથો શ્રાવણ સોમવાર : 18 ઓગસ્ટ, 2025

Web Title: Shravan 2025 somwar date shivling abhishek puja vidhi manta jaap in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×