scorecardresearch
Premium

Shravan Upay: શ્રાવણ માસમાં કરો આ 5 સિદ્ધ ઉપાય, ધન સંપત્તિ વધશે, મનોકામના પૂર્ણ થશે

Shravan Somwar Upay In Gujarati: શિવ પુરાણ અનુસાર સુખ સમૃદ્ધિ મેળવવા અને કષ્ટોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ સોમવાર અને શિવરાત્રી પર જળાભિષેક કર્યા બાદ શિવલિંગ પર જવ અને કાળા તલ ચઢાવવા જોઇએ.

Shravan Somwar Upay | Shravan 2025 | Shravan Somwar puja | Shravan Shivling puja vidhi | sawan
Shravan Somwar Upay : શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. (Photo: Social Media)

Shravan 2025 Upay: શ્રાવણ માસ હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. લિંગ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સોમવાર, શિવરાત્રીના દિવસે ખાસ કરીને શ્રાવણ મહિનામાં વ્રત, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બીલીપત્ર, જળ, દૂધ ચઢાવવાથી સૌભાગ્ય, દીર્ધાયુષ્ય અને મોક્ષ મળે છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ સોમવાર પર કરવામાં આવતી પૂજા અને દાનના ફળ મહાશિવરાત્રી બરાબર છે. જ્યોતિષશાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે શ્રાવણ સોમવારે કરી શકાય છે. આ સિદ્ધ ઉપાય કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ જીવનમાં સમૃદ્ધિ પણ આવે છે. આવો જાણીએ આ સિદ્ધ ઉપાયો વિશે

દેવા મુક્ત થવા માટે ઉપાય

જો તમારી ઉપર વધારે દેવું થઇ ગયું હોય તો શ્રાવણ સોમવાર કે શ્રાવણ શિવરાત્રી પર શિવલિંગ પર અક્ષત એટલે કે ચોખાને પાણીમાં મિક્સ કરીને ચઢાવો. આમ કરવાથી ધીમે ધીમે તમારને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.

શિવલિંગ પર જવ ચઢાવો

શ્રાવણ સોમવાર અને શિવરાત્રી પર જળ માં જવ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો. આમ કરવાથી શારીરિક સુખોની પ્રાપ્તિ થાય છે. સાથે જ પિતૃઓ પણ ખુશ અને આશીર્વાદ આપે છે. સાથે જ મહાદેવ પ્રસન્ન થાય છે.

આવક અને કમાણીના દરવાજા ખુલશે

શ્રાવણ સોમવાર અને શિવરાત્રીએ શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી કીર્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ બીજા દિવસે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે. સાથે જ મહાદેવ પ્રસન્ન થાય છે.

shravan shiv puja vidhi upay | shravan 2025 | shravan somwar shiv puja vidhi | sawan 2025 | shiva abhishekam items list
Shravan Shiv Abhishekam Items List : શ્રાવણ માસમાં શિવલિંગ પર અભિષેકમાં અમુક ખાસ ચીજો અર્પણ કરવી શુભદાયી હોય છે. (Photo: Social Media)

લગ્નના યોગ બનશે

શ્રાવણ સોમવાર અને શિવરાત્રીના દિવસે દૂધમાં થોડી હળદર મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. હળદર ગુરુ અને શુભતા સાથે સંકળાયેલી છે, જે લગ્નનો કારક ગ્રહો માનવામાં આવે છે. એટલે આ ઉપાયો કરવાથી લગ્નના સંયોગ બને છે.

આ પણ વાંચો | શ્રાવણમાં શિવલિંગ પર આ 8 ચીજ ચઢાવો, ભગવાન શંકર પ્રસન્ન થશે, ધન સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે

કાલસર્પ, પિત્ર દોષ માંથી મુક્તિ મળશે

શિવ પુરાણ અનુસાર જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ, પિતૃ દોષ અને શનિ દોષ હોય છે તેમણે શ્રાવણ માસના સોમવાર, શિવરાત્રી અને અમાસના દિવસે શિવલિંગ પર જળાભિષેક, પંચામૃત અથવા રુદ્રાભિષેક કરવો જોઈએ. આમ કરવાથી, પિતૃ અને કાલ સર્પ દોષની ખરાબ અસર ઓછી થશે તેમજ શનિ દોષમાં રાહત મળે છે.

Web Title: Shravan 2025 somwar amas shivratri upay for increase health and wealth as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×