Shravan 2023, shivalinga Abhishekh vidhi : હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે અધિક મહિનો હોવાના કારણે બે મહિના શ્રાવણના ગણાય છે. જેમાં 8 સોમવાર છે અને 8 દિવસોમાં લોકો પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટે કોઈ કસર છોડતા નથી. માનવામાં આવે છે કે શિવજી પોતાના ભક્તો ઉપર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને સાથે જ વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળી જાય છે. ભક્તો ભગવાન શિવની ભક્તી અને શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પણ કરે છે.
સામાન્ય રીતે શિવલિંગ પર જેળ, બિલિપત્ર, દૂધ વગેરેનો અભિષેક કરવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસમાં શિવલિંગમાં દૂધ ચઢાવવાનું અલગ મહત્વ છે. જ્યોતિષ અનુસાર દૂધમાં કેટીલક વસ્તુઓ ભેળવીને ચઢાવવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે. આ સાથે જ પૂજાનું પુરું ફળ મળે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો દૂધની સાથે મિશ્રી મીલાવીને ચઢાવી શકો છો.
દૂધની સાથે મિશ્રી ચઢાવવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે. જો તમારી પાસે મિશ્રી ન હોય તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કે શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાથી કયા કયા લાભ મળે છે અને અભિષેક કરવાની સાચી રીત કઈ છે.
આ પણ વાંચોઃ- શ્રાવણમાં વિશેષ સંયોગ! ભગવાન શંકરની કૃપાથી ‘આ’ રાશિના લોકોના ખિસ્સામાં થશે પૈસાનો વરસાદ?
શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાના લાભ
- માનવામાં આવે છે કે પ્રત્યેક સોમવારના દિવસે શિવલિંગ પર મિશ્રી વાળું દૂધ ચઢાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે.
- શિવલિંગ પર મિશ્રી અને દૂધનો અભિષેક કરવાથી દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે.
- માનવામાં આવે છે કે શિવલિંગ પર દૂધની સાથે મિશ્રી ચઢાવવાથી ઘરમાં સુખ -સમૃદ્ધિ, ધન-સંપત્તી આવે છે.
- સોમવારના દિવસે મિશ્રીયુક્ત દૂધ શિવલિંગ પર ચઢાવવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે અને સદ્દબુદ્ધી આવે છે.
- શિવલિંગ પર દૂધમાં મિશ્રી ચઢાવવાથી બાળકોનું મગજ તેજ થાય છે અને એકાગ્રતા વધે છે.
- દરેક ઇચ્છાને પુરી કરવા માટે શિવલિંગમાં દૂધ અને મિશ્રી ચઢાવો
શિવલિંગમાં આવી રીતે ચઢાવો દૂધ અને મિશ્રી
શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાથી શુભ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શિવલિંગમાં દૂધ અને મિશ્રી ચઢાવવા માટે એક લોટામાં દૂધમાં થોડી મિશ્રી નાંખો. ત્યારબાદ શિવમંત્રનો જાપ કરતા ધીમે ધીમે શિવલિંગ પર અભિષેક કરો.