Shardiya Navratri 2024 Date, Time, Shubh Muhurat And Puja Vidhi: શારદીય નવરાત્રી આસુ સુદ એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ પૂજા કરવાનો તેમજ વ્રત રાખવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ દરમિયાન માતાજી પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોના દુ:ખ દૂર કરવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
નવરાત્રી 2024 (Navratri 2024 Date)
શારદીય નવરાત્રી આસુ સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ વખતે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024ના રોજ શરૂ થશે અને 12 ઓક્ટોબરે દશેરા ઉજવાશે. શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ રૂપોની પૂજા અર્ચના અને કળશ સ્થાપના કરવાની પરંપરા છે. આ વર્ષે શારદીય નવરાત્રિ પર ખૂબ શુભ યોગ છે. આવો જાણીએ શારદીય નવરાત્રીની તારીખ, ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત
શારદીય નવરાત્રી 2024 ક્યારે છે? (Shardiya Navratri 2024 Date)
હિંદુ પંચાગના જણાવ્યા અનુસાર આસો સુદ એકમ તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12.19 વાગ્યાથી શરૂ થાય છે, જે 4 ઓક્ટોબરે સવારે 2.58 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ અનુસાર, શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી શરૂ થઈ રહી છે, જે 12 ઓક્ટોબર 2024, શનિવારના રોજ સમાપ્ત થાય છે.
શારદીય નવરાત્રી ઘટ સ્થાપના મુહૂર્ત 2024 (Shardiya Navratri 2024 Ghatasthapana Muhurat)
હિંદુ પંચાંગ મુજબ નવરાત્રી ના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવાની સાથે જવેરા વાવવામાં આવે છે. આ વર્ષે 3 ઓક્ટોબરે સવારે 6.19 વાગ્યાથી સાંજે 7.23 વાગ્યા સુધી કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત છે. આ સાથે અભિજીત મુહૂર્ત સવારે 11.52 થી બપોરે 12.40 વાગ્યા સુધી રહેશે.
નવરાત્રીમાં માતા દુર્ગા પાલકીમાં બેસી આવશે
દેવી પુરાણ અનુસાર, જ્યારે માતા ગુરુવાર અથવા શુક્રવારે આવે છે, ત્યારે તે પાલકીમાં બેસીને આવે છે. માતાની આ સવારી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાલખીમાં માતાજીના આગમનથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
શારદીય નવરાત્રી 2024 કેલેન્ડર
નવરાત્રી પ્રથમ નોરતું : મા શૈલપુત્રી 3 ઓક્ટોબર 2024
નવરાત્રી બીજું નોરતું : મા બ્રહ્મચારિણી – 4 ઓક્ટોબર 2024
નવરાત્રી ત્રીજું નોરતું : મા ચંદ્રઘંટા – 5 ઓક્ટોબર 2024
નવરાત્રી ચોથું નોરતું : મા કુષ્માંડા – 6 ઓક્ટોબર 2024
નવરાત્રી પાંચમુ નોરતું : સ્કંદ માતા – 7 ઓક્ટોબર 2024
નવરાત્રી છઠ્ઠું નોરતું : મા કાત્યાયની- 8 ઓક્ટોબર 2024
નવરાત્રી સાતમું નોરતું : મા કાલ રાત્રી – 9 ઓક્ટોબર 2024
નવરાત્રીનો આઠમું નોરતું : મા સિદ્ધિદાત્રી – 10 ઓક્ટોબર 2024
નવરાત્રી નવમું નોરતું : મા મહા ગૌરી – 11 ઓક્ટોબર 2024
દશેરા વિજયા દશમી : 12 ઓક્ટોબર 2024, દુર્ગા વિસર્જન, રાવણ દહન, શસ્ત્ર પૂજા
આ પણ વાંચો | નવરાત્રીમાં અખંડ જ્યોત આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે, જાણો વાસ્તુ નિયમ
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.