scorecardresearch
Premium

નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : નવરાત્રીમાં છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાથી અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે; જાણો માતાજીની પૂજા, મંત્ર, પ્રસાદ અને આરતી કરવાની વિધિ

Shardiya Navratri 2023 Skandamata Puja : નવરાત્રીમાં છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરવાથી સાધક-ભક્તને અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્ત થશે. જીવનમાંથી તમામ મુશ્કેલી- પરેશાની દૂર થાય છે. મા કાત્યાયનીની પૂજા-વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

Shardiya Navratri 2023 | Navratri 2023 | Navratri puja vidhi | maa katyayan | maa katyayan Puja vidhi | Nav durga nama and puja
નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા-આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2023 Sixth Day Maa Katyayani Puja Vidhi : હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી દર વર્ષે આસો સુદની એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ – ઘટસ્થાપન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના છઠ્ઠા નોરતે મા કાત્યાયનીની પૂજા કરવાની પરંપરા છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, માતા કાત્યાયનીની પૂજા કરવાથી વ્યક્તિને અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ માતા કાત્યાયનીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ-ભોગ અને આરતી.

મા કાત્યાયનીનું સ્વરૂપ (Maa katyayani swarup)

માતા કાત્યાયની એ નવ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. દેવી ભાગવત પુરાણમાં કહેવાયું છે કે, માતા કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તને અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતાનું આ સ્વરૂપ તેજસ્વી અને પ્રકાશિત છે. માતા કાત્યાયનીને ચાર ભુજા છે. માતા કાત્યાયનીના જમણા હાથમાં અભય મુદ્રા અને વર મુદ્રામાં છે. તો માતાજીએ ડાબા હાથમાં તલવાર અને કમળનું ફૂલ ધારણ કર્યું છે. માતા કાત્યાયનીને લાલ રંગ બહુ જ પ્રિય છે.

મા કાત્યાયનીની પૂજાની રીત (Maa Katyayani puja vidhi)

નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. દરરોજની જેમ સ્નાનાદિ વગેરે કાર્ય પતાવ્યા બાદ સ્વચ્છ કપડા પહેરો. હવે ગંગા જળ છાંટીને પૂજા સ્થાનને શુદ્ધ કરીને માતા કાત્યાયનીની પૂજા શરૂ કરો. સૌથી પહેલા કળશની પૂજા કરો. આ પછી મા દુર્ગાની સાથે મા કાત્યાયનીની પૂજા કરો. ગુલાબ અથવા કોઈપણ લાલ ફૂલની માળા અર્પણ કરવી, સાથે સાથે સિંદૂર, કુમકુમ, રોલી, અક્ષત પણ ચઢાવો અને માતાને શૃંગાર અર્પણ કરો. હવે માતાજીને મધ, ફળ અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો. તેમજ સોપારી, લવિંગ એલચીવાળું પાનનું બીડું, પતાશા અને એક સિક્કો મૂકીને અર્પણ કરો. હવે માતાજી સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. ત્યારબાદ મા કાત્યાયનીનો મંત્ર, ધ્યાન મંત્ર, સ્તુતિ, સ્તોત્ર, દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરીને આરતી કરો.

મા કાત્યાયનીનો પ્રિય પ્રસાદ (Maa Katyayani Prasad)

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા દરમિયાન મધ અર્પણ કરવું જોઈએ. આનાથી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને સુખ, સમૃદ્ધિ અને ધનના આશીર્વાદ આપે છે.

માતા કાત્યાયનીનો પ્રિય રંગ

માતા કાત્યાયનીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. તેથી માતાજીને લાલ રંગના વસ્ત્રો અને લાલ ગુલાબ અર્પણ કરવા જોઇએ.

મા કાત્યાયનીનો બીજ મંત્ર (Maa Katyayani Bij Mantra

ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમઃ ।

મા કાત્યાયનો આરાધના મંત્ર (Maa Katyayani Aaradhna Matra)

યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।

ચંદ્ર હાસોજ્જવલકારા શાર્દુલવર વાહના
કાત્યાયની શુભંદદ્યા દેવી દાનવઘાતિનિ ।

મા કાત્યાયની સ્તોત્રનો પાઠ (Maa Katyayani Stotra)

કંચનાભા વરાભયં પદ્મધરા મુકટોચ્જવલાં
સ્મેરમુખી શિવપત્ની કાત્યાયનેસુતે નમોઅસ્તુતે ।
પિતામ્બર પરિધાનાં નાનાલંકાર ભૂષિતોં
સિંહસ્થિતાં પદમહસ્તાં કાત્યાયનસુતે નમોઅસ્તુતે ।
પરમાંવદમયી દેવી પરબ્રહ્મ પરમાત્મા ।
પરમશક્તિ, પરમભક્તિ, કાત્યાયનસુતે નમોઅસ્તુતે ।

મા કાત્યાયની કવચ (Maa Katyayani Kavach)

કાત્યાયની મુખં પાતુ કાં સ્વાહસ્વરૂપિણી
લલાટે વિજયા પાતુ માલિની નિત્ય સુંદરી
કલ્યાણી હૃદયં પાતુ જયા ભગમાલિની ।

આ પણ વાંચો |  નવરાત્રીમાં પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજાથી તમામ મુશ્કેલી – પરેશાનીઓ થશે દૂર; જાણો માતાજીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી

મા કાત્યાયનીની આરતી (Maa Katyayani Aarti)

જય જય અંબે જય કાત્યાયની
જય જગમાતા જગ મહારાની
બૈજનાથ સ્થાન તુમ્હારા
વહા વરદાતી નામ પુકારા
કઇ નામ હબૈ કઇ ધામ હૈ
યહ સ્થાન ભી તો સુખધામ હૈ
ઇસ મંદિરમાં જ્યોત તુમ્હારી
કહી યોગેશ્વરી મહિમા ન્યારી
હર જહર ઉત્સવ હોતે રહેતે
હર મંદિર મેં ભગત હૈ કહતે
કાત્યાયની રક્ષક કાયા કી
ગ્રંથિ કાટે મોહ માયા કી
ઝૂઠે મોહ સે છુડાને વાલી
અપના નામ જપાને વાલી
બૃહસ્પતિવાર કો પૂજા કરિયે
ધ્યાન કાત્યાયની કા ધરિયે
હર સંકટ કો દૂર કરેગી
ભંડારે ભરપૂર કરેગી
જો ભી માં કો ચમન પુકારે
કાત્યાયની સબ કષ્ટ નિવારે

Web Title: Shardiya navratri 2023 sixth day maa katyayani muhurat puja vidhi mantra bhog and aarti nav durga name puja as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×