scorecardresearch
Premium

Shardiya Navratri 2023 : નવરાત્રીમાં દરરોજ આ બે શબ્દનો જાપ કરો, માતા દુર્ગાની સાથે ગણેશજી પ્રસન્ન થશે; જીવનમાં સુખ-શાંતિ અને વેપાર-ધંધામાં સફળતા મળશે

Shardiya Navratri 2023 : નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની સાથે આ બે શબ્દોનો પણ નિયમિત જાપ કરવા જોઇએ, જેનાથી જીવનમાં સુખ-શાંતિ આવશે અને વેપાર-ધંધામાં પણ સફળતા મળશે

Sharidya Navratri 2023, Navratri 2023, Riddhi siddhi
નવરાત્રિ દરમિયાન દરરોજ આ બે શબ્દનો જાપ કરવાથી લાભ થાય છે. (PC-Pixabay)

Shardiya Navratri Upay : શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપો એટલે કે પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમાં દિવસ સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રી, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસ સિદ્ધિદાત્રીની પૂજા કરવાની પરંપરા છે. શારદીય નવરાત્રિ દરમિયાન, દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે, લોકો વિવિધ ઉપાયો સાથે મંત્ર, ચાલીસા, દુર્ગા સપ્તશતી વગેરેનો પાઠ કરે છે. જો તમે ઈચ્છો તો શારદીય નવરાત્રિ દરમિયાન આ બે શબ્દો રોજ બોલો. દેવી ભાગવત પુરાણ અનુસાર આ બે શબ્દોનો જાપ કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનમાં સુખ-શાંતિ આવે છે.

નવરાત્રિ દરમિયાન દરરોજ આ 2 શબ્દો બોલો

દેવી ભાગવત પુરાણ અનુસાર, અન્ય ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે નવરાત્રિ દરમિયાન આ બે શબ્દો નિયમિતપણે બોલવા જોઈએ. જે બોલવાથી વ્યક્તિને દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ જ આવે છે. તેથી, નવરાત્રિ દરમિયાન, વ્યક્તિએ દિવસમાં એકવાર અથવા દિવસમાં ઘણી વખત ‘રિદ્ધિ સિદ્ધિ’ નો જાપ કરવો જોઈએ. આ બે નામનો જાપ કરવાથી માતા દુર્ગાની સાથે ભગવાન ગણેશ પણ પ્રસન્ન થાય છે.

તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશને બે પત્ની છે અને તેમની પત્નીઓનાં નામ રિદ્ધિ-સિદ્ધિ છે. તેથી આ બે નામનો જાપ કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. રોગો, દોષ અને ભયથી મુક્તિ મળવાની સાથે સાથે જીવનમાં સુખ આવે છે. તેમજ આર્થિક લાભની સાથે બિઝનેસ અને કરિયરમાં પણ અપાર સફળતા મળે છે.

દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરો (Gayatri Mantra)

દેવી ભાગવત પુરાણના 11મા મંત્રમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે. તેમજ જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તેને ખરાબ વિચારો અને ડરથી મુક્ત મળી જાય છે. મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.

ગાયત્રી મંત્રી : –

ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|

આ પણ વાંચો | પૂજા કરતી વખતે આ વસ્તુઓ જમીન પર મૂકવી નહીં, દેવી-દેવતા થશે નારાજ

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો છે. તેની સાચી સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Web Title: Shardiya navratri 2023 riddhi siddhi name maa durga ganesha gayatri mantra navratri upay as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×