scorecardresearch
Premium

નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા : નવરાત્રીમાં સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજાથી શુભફળ અને અભયવરની પ્રાપ્તિ થશે; જાણો માતાજીની પૂજા, મંત્ર, પ્રસાદ અને આરતી કરવાની વિધિ

Shardiya Navratri 2023 Maa Kalaratri Puja : નવરાત્રીમાં સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજાથી ભય-ડર અને ચિંતા દૂર થઇ અભયવરની સાથે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. માતા કાલરાત્રિની પૂજા-વિધિ, મંત્ર, પ્રસાદ અને આરતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

Shardiya Navratri 2023 | Navratri 2023 | Navratri puja vidhi | maa Kalaratri | maa Kalaratri Puja vidhi | Nav durga nama and puja
નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજા-આરાધના કરવામાં આવે છે. (Photo : ieGujarati)

Shardiya Navratri 2023 7 Day Mata Kalaratri Puja Vidhi : હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી દર વર્ષે આસો સુદની એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ – ઘટસ્થાપન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજા કરવાની પરંપરા છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, માતા કાલરાત્રિની વિધિવત પૂજા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. ભક્તને કોઇ ભય કે ડર સતાવતો નથી અને અકાળ મૃત્યુની ચિંતા દૂર થાય છે. કાલરાત્રિ માતા તરફથી ભક્તને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તંત્ર-મંત્રની દેવી મા કાલરાત્રિની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. કા ચાલો જાણીએ માતા કાત્યાયનીની પૂજા વિધિ, મંત્ર, પ્રસાદ-ભોગ અને આરતી.

મા કાલરાત્રીનું સ્વરૂપ (Maa Kalaratri swarup)

નવરાત્રીના સાતમા નોરતે મા દુર્ગાની સાતમી શક્તિ દેવી કાલરાત્રીની વિધિવત પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રિને મહાવિનાશક ગુણોથી શત્રુ અને દુષ્ટોનો સંહાર કરનાર દેવી કહેવામાં આવે છે. માતા કાલરાત્રિનું સ્વરૂપ ભયંકર પરંતુ શુભકારી છે. માતા કાલરાત્રિનો રંગ કાળો છે અને તેમને ચાર ભુજાઓ છે. માતા કાલરાત્રીનું સ્વરૂપ વિકરાળ છે, તેમની ચાર ભુજામાંથી એક હાથમાં રાક્ષસનું મુંડ, બીજા હાથમાં ખડક તલવાર ધારણ કરેલી છે.

મા કાલરાત્રી પૂજા વિધિ (Maa Kalaratri Puja Vidhi)

નવરાત્રિના સાતમા દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું, સ્નાનાદિ જેવા દૈનિક કામ પતાવી પવિત્ર થવું. હવે કલશની સ્થાપના કર્યા બાદ મા દુર્ગાની પૂજા સાથે, મા કાલરાત્રિની વિધિવત્ પૂજા કરવી. માતાજીને ફૂલોની માળા, સિંદૂર, કુમકુમ, રોલી, પંચામૃત, ફળ, મીઠાઈ, ગોળની વસ્તુઓ અર્પણ કરવી. હવે માતાજી સમક્ષ ઘીનો દીપક અને ધૂપ પ્રગટાવો અને મંત્ર, સ્તુતિ, ચાલીસા વગેરેનો પાઠ કરીને આરતી કરો.

માતા કાલરાત્રિનો પ્રસાદ (Maa Kalaratri Prasad)

મા કાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાથી બહુ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. તો ભક્તને ધન અને કીર્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

મા કાલરાત્રીનો પ્રાર્થના મંત્ર (Maa Kalaratri Prathna Mantra)

એકવેણી જપાકરણપુરા નગ્ના ખરાસ્થિતા
લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી

વામ્પાદોલ્લસલ્લોહ લતાકણ્ટકકભૂષણા
વર્ધન મૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિભયંકરી

મા કાલરાત્રી સ્તુતિ મંત્ર (Maa Kalaratri Mantra)

યા દેવી સર્વભૂતેષુ મા કાલરાત્રી રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

Navratri 2023 health tips
નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારા આહારમાં આ પૌષ્ટિક ખોરાકનું સેવન કરો, અહીં જાણો

મા કાલરાત્રી ધ્યાન મંત્ર (Maa Kalaratri Dhyan Mantra)

કરલવંદના ઘોરાં મુક્તકેશી ચતુર્ભુજામ્
કાલરાત્રિમ્ કરાલિન્કા દિવ્યામ વિદ્યુતમાલા વિભૂષિતામ્

દિવ્યમ્ લોહાવજ્ર ખડ્ગ વામોઘોર્ધ્વ કરામ્બુજામ્
અભયમ્ વરદામ્ ચૈવ દક્ષિણોધ્વાધઃ પાર્ણિકામ મમ્

મહામેધ પ્રભામ્ શ્યામામ તક્ષા ચૈવ ગર્દભારુઢા
ઘોરદંશ કારાલાસ્યાં પિનોન્નત પયોધરામ્

સુખ પપ્રસન્ન વદના સ્મેરાત્ર્ન સરોહૂરામ
એવમ સચિયન્તયેત્ કાલરાત્રિમ સર્વકામ સમૃદ્ધિદામ

માં કલરાત્રી સ્તોત્ર પઠન (Maa Kalaratri Stotra)

હીં કાલરાત્રિ શ્રી કરાલી ચા ક્લીં કલ્યાણી કલાવતી
કાલમાતા કાલિદર્પધ્ની કમદીશ કુપાન્વિતા

કામબીજજપાન્દા કામબીજસ્વરૂપિણી
કુમતિઘ્ની કુલીનર્તિનાશિની કુલ કામિની

ક્લીં હ્રીં શ્રી મન્ત્રવર્ણેન કાલકણ્ટકઘાતિની
કૃપામયી કૃપાધારા કૃપાપારા કૃપાગમા

Shardiya Navratri 2023 | Shardiya Navratri 2023 puja vidhi | nav durga puja vidhi | nav durga name | Ambe mata
નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ નવ સ્વરૂપો એટકે નવ દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે. (Express Photo)

મા કાલરાત્રી કવચ (Maa Kalaratri Kavach)

ઓમ ક્લીંમેં હૃદયંપાતુપાદૌશ્રીંકાલરાત્રી
લલાટેસતતંપાતુદ્રુષ્ટગ્રહનિવારિણી

રસનાંમપાતુકૌમારી ભૈરવી ચક્ષુણોર્મમ્
કહૌપૃષ્ટેમહેશાનીકર્ણોશંકરભામિની

વાજતાનિસ્તુસ્થાનભિયાનિચકવચેનહિ
તાનિસર્વાણીમાં દેવી સતતંપાતુસ્તમ્ભિની

આ પણ વાંચો | નવરાત્રીમાં છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાથી અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે; જાણો માતાજીની પૂજા, મંત્ર, પ્રસાદ અને આરતી કરવાની વિધિ

માતા કાલરાત્નીરી આરતી (Maa Kalaratri Aarti)

કાલરાત્રી જય-જય મહાકાલી, કાલ કે મૂંહ સે બચાનેવાલી
દુષ્ટ સંધારક નામ તુમ્હારા, મહાચંડી તેરા અવતારા
પૃથ્વી ઔર આકાશ પે સારા, મહાકાલી હૈ તેરા પસારા
ખડક ખપ્પર રખનેવાલી, દુષ્ટો કા લહુ ચખનેવાલી
કલકત્તા સ્થાન તુમ્હારા, સબ જગાહા દેખુ તેરા નજારા
સભી દેવતા સબ નર-નારી, ગાવે સ્તૃતિ સભી તુમ્હારી
રક્તદંતા ઔર અન્નપૂર્ણા, કૃપા કરે તો કોઇ ભી દુખ ના
ના કોઇ ચિંતા રહે બીમારી, ના કોઇ ગમ ના સંકટ ભારી
ઉસ પર કભી કષ્ટ ન આવે, મહાકાલી મા જીસે બચાવે
તુ ભી ભક્ત પ્રેમ સે કહ, કાલરાત્રી મા તેરી જય

Web Title: Shardiya navratri 2023 7 day maa kalaratri muhurat puja vidhi mantra bhog and aarti nav durga name puja as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×