Shardiya Navratri 2022 : આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસની પૂજાનું અલગ અલગ મહત્ત્વ અને માન્યતા છે.
નવરાત્રિમાં પૂજાનું મહત્ત્વ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમિયાન દરરોજ દેવી દુર્ગાની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. દરરોજ નવ સ્વરૂપો અનુસાર મંત્રોનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે, નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
પ્રથમ દિવસે મા શૈલપુત્રી, બીજા દિવસે મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા, ચોથા દિવસે મા કુષ્માંડા, પાંચમા દિવસે મા સ્કંદમા, છઠ્ઠા દિવસે મા કાત્યાયની, સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. અને આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રીમાં આ વસ્તુઓનો લગાવો ભોગ
મા દુર્ગાને શક્તિનું પ્રતીક અને સ્વરૂપ પણ કહેવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને ખીર, ફળ અને મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓને અર્પણ કરવાથી અને તેની પૂજા કરવાથી ઘણી બધી બાધાઓ દૂર થાય છે. આ સાથે આ દિવસોમાં અખંડ જ્યોત પ્રગટાવવાની પણ માન્યતા છે.
નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?
એવું માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો વધ કર્યો. તેથી, દેવી શક્તિની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને આ દિવસોમાં માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
આ રાશિના લોકોને થઈ શકે છે ધન લાભ
24 સપ્ટેમ્બર 2022થી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આજથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવી સ્થિતિમાં ઘણી રાશિના લોકોને ધન લાભ મળી શકે છે. આવી સ્થિતિમાં વૃષભ, કર્ક, કન્યા, મકર, કુંભ રાશિના લોકોને ધન વગેરેથી લાભ થઈ શકે છે. આ ઉપરાંત, આ રાશિના જાતકોને કારકિર્દીમાં પણ સારા પરિણામો મળી શકે છે.