scorecardresearch
Premium

Sharad Purnima 2023: ચંદ્રગ્રહણ હોવાથી શરદ પૂનમે ખીર ખાવી કે નહીં? શું ખીરને ખુલ્લા આકાશ નીચે મૂકી શકાય? જાણો

Chandra Grahan On Sharad Purnima 2023: શરદ પૂનમ પર માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે સાથે ખીર ખાવાનો પણ રિવાજ છે. જો કે આ વર્ષે શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી ખીરને ખુલ્લા આકાશમાં ચંદ્રના અજવાળામાં મુકવી કે નહીં તે અંગે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે

Sharad Purnima 2023 | Chandra Grahan On Sharad Purnima 2023 | Sharad Purnima 2023 Chandra Grahan | Chandra Grahan Time | moon eclipse on sharad poonam | Kheer | Kheer On Sharad Purnima | kheer significance on Sharad Purnima
શરદ પૂનમે ચંદ્રના અજવાળામાં મૂકેલી ખીર ખાવાનો રિવાજ છે. (Photo – ieGujarati)

Sharad Purnima 2023 Chandra Grahan and Kheer : શરદ પૂર્ણિમા 2023: આસ માસની પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન તેમજ લક્ષ્મી અને શિવ પાર્વતીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ચંદ્રમાંથી અમૃત વરસે છે. આથી આ દિવસે ખીર બનાવીને ચંદ્રના અજવાળામાં રાખ્યા બાદ રાત્રે ખાવાનો રિવાજ છે. આવી ખીર ખાવાથી વ્યક્તિ શારીરિક, માનસિક સમસ્યાથી છુટકારો મેળવે છે. તેમજ ચંદ્રના દોષનો દુષ્પ્રભાવ પણ ઓછો થાય છે.

આ વખતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ શરદ પૂનમના દિવસે થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ શરદ પૂનમના દિવસે મધ્યરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં દરેકમાં મૂંઝવણ છે કે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવી શુભ છે કે નહી. જો શુભ છે, તો ક્યારે સમયે ખીરને ચંદ્રના અજવાળામાં મૂકવી જોઇએ? પંડિત બદ્રી નારાયણ શુક્લ પાસેથી જાણીએ કે, આ વખતે શરદ પૂનમના દિવસે ખીરને ક્યારે ખુલ્લા આકાશ નીચે રાખવી જોઇએ.

શરદ પૂનમે ચંદ્રગ્રહણ 2023નો સમય (Sharad Poonam 2023 Chandra Grahan Time)

પંડિતજીના જણાવ્યા અનુસાર વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે રાત્રે 1 વાગે 5 મિનિટે શરૂ થશે. ગ્રહણના મોક્ષનો સમય રાત્રે 2 વાગે 24 મિનિટ સુધી છે. આવી સ્થિતિમાં સુતકનો સમયગાળો 9 કલાક વહેલો શરૂ થશે. આથી સુતક કાળ 28મી નવેમ્બરે સાંજે 4 વાગીને 5 મિનિટે શરૂ થશે.

શરદ પૂનમે ખીરને ખુલ્લા આકાશ નીચે મૂકવી કે નહી?

શરદ પૂનમનું ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. આવી સ્થિતિમાં સુતકકાળ પણ લાગુ થશે. શાસ્ત્રો અનુસાર, શરદ પૂનમની રાત્રી એ રાત્રે 12 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી નિશીથ કાલ છે, જેને મધ્યરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજાની સાથે સાથે ખુલ્લા આકાશમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

પંડિત બદ્રી નારાયણ શુક્લના મતે આ દિવસે સુતક કાળ પહેલા ખીર રાખી શકાય છે. ત્યારબાદ કુશ અથવા તુલસી પાન રાખીને મૂકી શકાય છે. તેનાથી ગ્રહણની હાનિકારક અસરો ઓછી થશે. તેમજ ચંદ્ર ગ્રહણ રાત્રે 1 વાગે 5 સુધી શરૂ થઈ રહ્યું છે, તેથી તમે ઇચ્છો તો આ સમય પહેલા ખુલ્લા આકાશની નીચે ખીર રાખો અને ગ્રહણ શરૂ થાય તેની પહેલા લઇ લો. ઉપરાંત તમે ઇચ્છો તો ચંદ્ર ગ્રહણનો મોક્ષકાળ સમાપ્ત થયા બાદ ખુલ્લા આકાશની નીચે ખીર રાખી શકો છો. જો કે સૂર્યોદય પહેલા આ ખીરને ઘરમાં લઇ લેવી જોઇએ.

આ પણ વાંચો | ચંદ્ર ગ્રહણ દરમિયાન બિલકુલ ન કરો આ કામ, જાણો શું કરવું રહેશે શુભ, ધ્યાન રાખો જરૂરી બાબતો

શરદ પૂનમે ખીર કેમ ખાવામાં આવે છે?

એવું માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્ર સૌથી શક્તિશાળી હોય છે, કારણ કે આ દિવસે તે સોળે કળાએ ખીલેલો હોય છે. શરદ પૂનમની રાત્રીએ ચંદ્રની કિરણોમાંથી અમૃત વરસે છે. આથી ચંદ્રના કિરણો જ્યારે ખીર પર પડે છે ત્યારે તેમાં અમૃત પણ આવે છે તેવી માન્યતા છે. આવી ખરી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. તેમજ દૂધનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. તેમજ શરદ પૂનમની રાત્રીએ માતા લક્ષ્મીની પૂજા-આરાધના કરવાનો પણ રિવાજ છે.

Web Title: Sharad purnima 2023 chandra grahan kheer eat or not moon eclipse time on sharad poonam as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×